અમદાવાદના પોશ વિસ્તારમાં બંગલામાં ચોરોએ અનોખી ચોરી કરી,જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ

0 minutes, 0 seconds Read

અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા બંગલામાં ચોરોએ અનોખી ચોરી કરી છે. બંગલામાંથી ચોરોએ સોના ચાંદી કે રોકડ રકમ નહીં પણ રસોડામાં રહેલા વાસણોની ચોરી કરીને  ફરાર થઈ ગયા હતા. બગલાંમાંથી કુકર,ગેસનો બાટલો,ગેસ સ્ટવ,તપેલા અને અન્ય વાસણોની ચોરી કરી હતી.આ ચોરી અંગે બંગલાના માલીકે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

JANTA NEWS 360 ને મળેલી માહિતી મુજબ,ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જોષીનો એક બંગ્લો સેટેલાઈટ વિસ્તારના  સરસ્વતી નગરમાં છે,જે છેલ્લા કેટલાય સમયથી બંધ છે. જો કે કોરોના કાળ દરમિયાન તેમના રસોઈયા આ બંગલામાં રસોઈ બનાવતા હતા.જો કે સાતેક મહિનાથી તેઓ જતા રહેતા રસોડાને લાગ્યો સમાન આ બંગલામાં મૂકી રાખવામાં આવ્યો હતો. જ્યારે આ બંગલાની દેખરેખ નજીકમાં રહેતા સુનીલ ભાઈ રાખે છે.

16 મી તારીખે સુનીલ ભાઈએ ગોપાલભાઈ જોષીને ફોન કરીને જાણ કરી હતી કે તમારા બંગલાની લાઈટ ચાલુ છે. અને અંદર કોઈ પ્રવેશ્યું તેવું લાગી રહ્યું છે.જો કે તેઓ બંગલામાં ગયા ત્યારે બધું અવ્યવસ્થિત હતું. અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંગલાના પાછળના દરવાજા નું લોક તૂટેલી હાલતમાં હતું.રસોડામાં પડેલ બે ગેસ સિલિન્ડર, એક સ્ટવ, સ્ટીલના તપેલાનો સેટ, ત્રાંશ, તવા, કુકર, બાથરૂમના નળ 6 નંગ, અને પંખા સહિત કુલ 20 હાજર રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights