Thu. Apr 25th, 2024

અમદાવાદ: ભૂયંગદેવ ચાર રસ્તા પાસે એક દુકાનમાં આગ લાગી, ફાયર વિભાગની બે ગાડીઓ આગ કાબુમાં લેવા ઘટના સ્થળે પહોંચી

By Shubham Agrawal Nov6,2021

અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં ભૂયંગદેવ ચાર રસ્તા પાસે સ્થિત કોમ્પલેક્સમાં રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. આગ કયા કારણે લાગી તે હાલમાં જાણવા મળ્યું નથી. કોઈ જાન હાની થવાના પણ સમાચારો મળ્યાં નથી. આગની ઘટનાના સમાચારો વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં.

અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરના 133 કોલ મળ્યા
અમદાવાદના ફાયર વિભાગના ડેટા મુજબ, દિવાળી દિવસે અમદાવાદ શહેરમાં ફટાકડાની આગ લાગવાની કુલ 94 જેટલી ઘટનાઓ બની હતી. જ્યારે અન્ય પ્રકારની આગના 39 કોલ મળ્યા હતા. દરેક ઝોનમાં 8-8 ગાડીઓ મુકવામાં આવી હતી. ફાયર અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં રહ્યા હતા. ફટાકડાના લીધે કચરામાં આગ લાગવાની ઘટનાઓ વધી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

16 સ્થળોએ મકાનોમાં આગ લાગી
​​​​​​આ આગના બનાવોમાં 16 સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. જ્યારે 59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ ફાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા 3 કોલ આવ્યા હતા. મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતા ફાયરની 8 ગાડીઓ, ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી.

રાજ્યભરમાંથી 3581 ઈમરજન્સી કોલ્સ મળ્યા
આ વર્ષે પણ દિવાળી દિવસે રાજ્યમાં અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે ઈમરજન્સી કોલ્સમાં વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસે રાજ્યભરમાંથી 3581 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે. ​​​​​​​જેમાં શારીરિક હુમલાના 186 કેસ, પડી જવાના 151 કેસ તેમજ 20 કેસ દાઝી જવાના નોંધાયા હતા. જ્યારે 203 કેસ શ્વાસ લેવાની તકલીફ પડ્યાના સામે આવ્યા છે. જેમાં ડોક્ટરની મદદ લેવી પડી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights