ANI

કાનપુરમાં અત્તર બનાવતા વેપારીને ત્યાં ITની રેડ, 150 કરોડ ગણાયા અને હજુ ગણતરી ચાલુ

કાનપુરના એક અત્તરના વેપારીને ત્યાં GST અને ઇન્કમટેક્સના દરોડા પડયા છે. તમે તસ્વીરો જોશો તો ચકકર ખાઇ જશો. આ અત્તરના વેપારીના ઘરે કબાટોમાં નોટોના બંડલોના થપ્પા-થપ્પા મળ્યા છે.નોટોના એટલો ઠોકડા છે કે 24 કલાકથી અધિકારીઓ નોટ ગણી રહ્યા છે, પરંતુ હજુ પાર આવ્યો નથી. નોટ ગણવા માટે 4 મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા.

તમને યાદ છે કે થોડા દિવસો પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં  ‘સમાજવાદી‘ પરફ્યૂમના વખાણ કર્યા હતા.? તો કાનપુરના કનોજમાં રહેતા  સમાજવાદી પરફ્યૂમના વેપારી પિયુષ જૈનના ઘરે Directorate General of Goods and Services Tax Intelligence (dggi) ગુજરાત અમદાવાદની ટીમે દરોડા પાડ્યા હતા. ગુજરાત GSTની ટીમે પિયુષ જૈનના ઘરે તપાસ હાથ ધરી તો અધિકારીઓ ચકકર ખાઇ ગાય હતા. કબાટોમાં ઠાંસી ઠાંસીને નોટોના બંડલા ભર્યા હતા.

પિયુષ જૈનના ઘરેથી નોટોના ઢગલાં મળવા માંડ્યા એટલે GST ટીમે આવકવેરા વિભાગની ટીમને જાણ કરી અને દરોડામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ જોડાઇ ગઇ છે. 24 કલાકથી નોટોની ગણતરી ચાલે છે, 4 મશીન મંગાવવામાં આવ્યા છે છતા નોટોની ગણતરી પુરી થઇ નથી. હજુ પિયુષ જૈનના ઘરની બહાર નોટો ભરેલાં 6 બોક્સ રાખવામાં આવ્યા છે. આ બોક્સને આવકવેરા વિભાગની ટીમ લઇ જઇ રહી છે.

પિયુષ જૈનના ઘરેથી નોટોના એટલા ઢગલાં મળ્યા છે કે ઇન્કમટેકસ વિભાગે સ્ટીલના  6 મોટા મોટા બોક્સ મંગાવ્યા છે. નોટોને સીલ કરીને ટીમ આ રૂપિયા લઇ જશે. હજુ દરોડાની કાર્યવાહી ચાલુ જ છે.

પિયુષ જૈન કન્નોજની અત્તરગલીમાં પોતાના અત્તરનો વેપાર કરે છે. તેની કન્નોજ, કાનપુરની સાથે મુંબઇમાં પણ ઓફીસ છે. ઇન્કમટેક્સ વિભાગને તેની 40થી વધારે કંપનીના દસ્તાવેજ મળ્યા છે, જેના માધ્યમથી પિયુષ પરફ્યૂમનો બિઝનેસ ચલાવી રહ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ પિયુષ જૈન સમાજવાદી પાર્ટી સાથે પણ સંકળાયેલો છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતુ કે રકમ એટલી મોટી છે કે 4 મશીનોથી માત્ર 40 કરોડ રૂપિયાની ગણતરી થઇ શકી છે. લગભગ 150 કરોડથી વધારે રકમ મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. નોટોની ગણતરી કરવા માટે SBIના અધિકારીઓને બોલાવવા પડ્યા હતા.

તમને એમ થશે કે ગુજરાતની  GST ટીમને કાનપુરમાં દરોડા પાડવાની શું જરૂર પડી? તો જાણવા મળેલી વિગત મુજબ શિખર પાન મસાલા પર GSTની ટીમે દરોડા પાડયા હતા તો એ તપાસમાં પિયુષ જૈનની ટેક્સ ચોરી પણ સામે આવી હતી. નકલી પેઢીના નામે 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતના નકલી ઇનવોઇસ મળી આપ્યા હતા.

સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા વેપારીને ત્યાંથી મસમોટી રકમ મળવાને કારણે ભાજપ વાળા ગેલમાં આવી ગયા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટવીટ કરીને લખ્યું છે કે સમાજવાદી પાર્ટીનો નારો છે કે જનતાના પૈસા અમારા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights