Thu. Apr 25th, 2024

કુદરતી આફત / 7.4ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ, સુનામીનો ખતરો, શક્તિશાળી ભૂકંપથી ડોલવા લાગી મેક્સિકોની બિલ્ડીંગો

By Shubham Agrawal Sep8,2021 #Mexico

દક્ષિણ મેક્સિકોમાં ભૂકંપના આકરા ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેના કારણે મેક્સિકો સિટીમાં ઈમારતો હચમચાવી લાગી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. ભૂકંપ વિજ્ઞાનીઓ અને રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણી મેક્સિકોનું અકાપુલ્કોમાં 7.0ની શરૂઆતી તિવ્રતાવાળો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. નુકસાનની જાણકારી આપવામાં આવી છે. પણ વિવરણ હજૂ બાકી છે.

યુ.એસ સુનામી ચેતવણી સિસ્ટમનું જણાવ્યા અનુસાર, 7.4 તિવ્રતાનો ભૂકંપ બાદ મેક્સિકોના ગ્યુરેરોમાં સુનામીનો ખતરો છે. યુ.એસ જીઓલોજિકલ સર્વે (USGS) એ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.0 આપી હતી, જે અગાઉના 7.4 ના અંદાજથી નીચે છે.


તે સપાટીથી લગભગ 12 કિલોમીટર નીચે ત્રાટક્યું હતું, જેનાથી તે ખૂબ જ ખતરનાક ભૂકંપ બની ગયો. નુકસાન અથવા જાનહાનિની ​​પૂરી જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ભૂકંપના આંચકા મેક્સિકો સિટી સુધી અનુભવાયા હતા, જ્યાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને ગેસ લીક ​​થયાના અહેવાલ હતા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights