ગુજરાતમાં સબ સલામતના દાવા પોકળ..! સુરતમાં નરાધમે 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી

0 minutes, 0 seconds Read

સુરત:ગુજરાતમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, અપહરણ કિસ્સાઓ દિવસેને દિવસે વધારો થઈ રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં નરાધમ યુવકે માસૂમ 4 વર્ષની નાના બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર પથકમાં ચરચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.

સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં બાળકીને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો, પરિવારજનોએ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યો હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચે 10 ટીમો બનાવી બાળકોની શોધખોળ હાથ ધરી, આખરે 5 કલાક બાદ બાળકી ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી જે બાદ પોલીસે મેડિકલ તપાસ માટે બાળકીને મોકલી આપી હતી જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

4 બાળકીના અપહરણ બાદ તેની દુષ્કર્મની ઘટના સામે આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ છે, હાલ તો બાળકી હોસ્પિટલમાં સારવાર અર્થે છે, જ્યારે પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવીને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે, જો કે હજુ સુધી આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights