ગુજરાત હાઇકોર્ટનો ખાનગી શાળાની ફી મુદ્દે મહત્વનો ચુકાદો

0 minutes, 0 seconds Read

ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે હાલમાં જ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યા અનુસાર શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે. જેમાં ખાનગી શાળા હવે ફી વધારી શકશે. જો કે શાળા અતિશય ફી વસૂલી શકશે નહિ. તેમજ ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહિ. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે, પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ. ખાનગી શાળાઓ રિજનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. તેમજ ખાનગી શાળાઓએ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે. આ ઉપરાંત ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. જ્યારે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરલયુકમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકશે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights