જૂનાગઢ પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

0 minutes, 1 second Read

તાલુકાના પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઇઓ તથા અન્ય શખ્સો નાસી છુટ્યા હતા. એલસીબીએ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી નાસી ગયેલા બુટલેગરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ તાલુકાના પાદરીયામાં રહેતા નગા સરમણ રબારી તથા તેના ભાઇ અલ્પેશ સરમણ રબારીએ પોતાના સાગરિતો સાથે મળી લોકડાઉનના સમયમાં દારૂનો મોટો જથ્થો મંગાવી ખેતરે જુદા જુદા વાહનોમાં કટીંગ કરતા હોવાની એલસીબીને બાતમી મળી હતી.

જેના આધારે એલસીબી દ્વારા સોમવારે રાત્રે પાદરીયાની સીમમાં દરોડો પાડ્યો હતો. જો કે તે સમયે કોઇ હાજર ન હતું. પરંતુ વાહનો પડ્યાં હતા. જેમાં તે સમયે ત્યાં કોઈ હાજર ન હતું પરંતુ વાહનો પડયા હતા. જેમાં (GJ-12-W-0354), (GJ-13-W-0879), નંબરની દુધની ડેરીની બોગી, (GJ-27-TT- 0257 )નંબરનું મેટાડોર પડયુ હોવાથી તેમાં તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.

રાત્રીનો સમય હોવાથી સ્થળ પર દારૂની ગણતરી કરવી મુશ્કેલ હોવાથી તમામ વાહનો એલસીબી કચેરી ખાતે લાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રીપ ઇરીગેશનના પાઇપના 60 બાંધા હતા. તે ઉતરી તપાસ કરતા એક પતરા વડે બનાવેલું ખાતું હતું. દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતે ત્રણેય વાહનમાંથી 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જૂનાગઢ એલ.સી.બી. પોલીસે પાદરીયાની સીમ વિસ્તારમાંથી દારૂનું કટીંગ થાય તે પેહલા દારૂની 444 પેટી સાથે ટ્રક આઈસર અને પીકઅપ વાહન મળી કુલ 41.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પાદરીયા ગામના નગા સરમણ રબારી અને અલ્પેશ સરમણ રબારી નામના બે સગા ભાઇઓએ વીદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એલ.સી.બી.પોલીસે નગા રબારીના ખેતરમા રેડ કરી હતી. જેમા ટ્રક ઉપર ઇરીગેશનના પાઇપ નીચે લોખંડના પતરા વડે વેલ્ડિંગ કરીને બનાવેલ ચોર ખાનામાંથી વીદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં 21.78 લાખની કિંમતનો 444 પેટી ( 5328 બોટલ ) દારૂ તેમજ 19 લાખના ત્રણ વાહનો મળી કુલ 41.98 લાખનો દારૂ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બંને શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights