દાહોદ જિલ્લામાં મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’ અંતર્ગત જિલ્લા કક્ષાની ગાયન-વાદન સ્પર્ધા યોજાશે

0 minutes, 6 seconds Read

દાહોદ જિલ્લામાં મોબાઈલ ટુ સ્પોર્ટ્સ’ અંતર્ગત જિલ્લા કક્ષાની ગાયન-વાદન સ્પર્ધા યોજાશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા સંયુક્ત રીતે ગાયન (સુગમ સંગીત, લગ્ન ગીત, શાસ્ત્રીય કંઠ્ય, લોક ગીત, ભજન સ્પર્ધા) સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધા અંતર્ગત જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીનાં, ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીનાં, ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ સુધીનાં તેમજ ૬૦ વર્ષથી ઉપરનાં ઓપન વ્યક્તિઓ વય જુથમાં ભાગ લઈ શકશે.
સ્પર્ધકે ઉક્ત સ્પર્ધાની વિડીયો કલીપ તૈયાર કરી, વિડીયોમાં પોતાનું નામ, સરનામું, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસનો ઉલ્લેખ કરવો અને સાથે ઉમરનાપુરાવા તરીકે આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ બેંક પાસબુકની ઝેરોક્ષ જોડી આગામી તા. ૧૯/૦૮/૨૦૨૧ બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, છાપરી, દાહોદ ખાતે ઇ મેઇલ આઇ ડી dsodahod12@gmail.com પર અથવા રૂબરૂ પેન ડ્રાઇવ-સીડીમાં ગાયન-વાદન સ્પર્ધાની વિડિયો કલીપ મોકલવાની રહેશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦, દ્વિતિય વિજેતાને રૂ.૭૫૦, તૃતિય વિજેતાને રૂ.૫૦૦ ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. રાજયકક્ષાની સ્પર્ધામાં ૧૦ વિજેતા કાલાકારોની પસંદગી કરવામાં આવશે. તેઓ પૈકિ પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦, દ્વિતિય વિજેતાને રૂ.૧૫,૦૦૦ તૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦ એમ ત્રણ ઈનામો અને બાકિનાં અન્ય ૭ વિજેતા કલાકારોને રૂ.૫૦૦૦ –પ્રત્યેકને આશ્વાસન ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.
સ્પર્ધક આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/channel/UCzsjR0vtHpN4rK_esnUaz-g પરથી મેળવી શકશે.
૦૦૦

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights