પદ સંભાળતા પંજાબના નવા મુખ્યમંત્રીએ ખેડુતો માટે કર્યું આ કામ…!!!

પંજાબનાં મુખ્યમંત્રી બન્યા બાદ ચરણજીતસિંહ ચન્નીએ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઈ પોતાનો પદભાર સંભાળ્યો હતો. બાદમાં પ્રેસ કોન્ફરન્સમા ચન્ની ચૂંટણી મોડમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ચન્નીએ કૃષિ કાનુન પાછા ખેંચી લેવા માંગ કરી હતી. ઉપરાંત તેણે ખેડુતોના બાકી વીજ બીલ માફ કરવાની પણ મોટી જાહેરાત કરી હતી

તો પંજાબમાં હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને ફરજ પર પરત ફરવા અપીલ કરી હતી. આ તકે પ્રેસ કોન્ફરન્સમા ચન્નીએ વધુમાં જણાવ્યુ હતું કે જો ખેડુતો અને ખેતી કરનારાઓને જરા પણ આંચ આવી તો હું મારી ગરદન તેમની સામે ધરી દઈશ.પોતાને આમ આદમી ઓળખાવી ચન્નીએ હાઈ કમાન્ડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પુરી પાર્ટીનો આભાર માન્યો હતો.

ચન્નીએ વધુમાં જણાવ્યું હતું કે જો ખેડુત તૂટે છે તો પંજાબ તૂટી જશે. પંજાબ સરકાર બધી રીતે ખેડુતો સાથે ઉભી છે. તકે મુખ્યમંત્રીએ કૃષિ કાનુન પાછા ખેંચવાની માંગ કરી હતી. એ પણ તેમણે કહ્યું હતું કે પંજાબમા કોઈ માફીયા છે તો તેનો જલદી ફેસલો થઈ જશે.જો કોઈ ગરીબ બિલ ભરી નથી શકતો તો તેનુ બિલ માફ કરાશે અને કનેકશન ચાલુ રહેશે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights