youtube.com

પાટણના રાધનપૂરના ધંધૂકા જેવી ઘટના, યુવતી પર હુમલો, સજ્જડ બંધની જાહેરાત

0 minutes, 0 seconds Read

એક તરફી પ્રેમમાં ક્યારેક યુવકે યુવતીના ઘરે જઈને તેને ધમકાવી હોવાના અથવા તો યુવક દ્વારા યુવતી પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આવી જ ઘટના પાટણ જિલ્લાના રાધનપુરના શેરગઢ ગામમાં સામે આવી છે. ઘટનામાં એક વિધર્મી યુવક દ્વારા એક તરફી પ્રેમના કારણે યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાબતે લોકોમાં રહેલા રોષને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લાના SP અક્ષય રાજ મકવાણા દ્વારા તાત્કાલીક અસરથી શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં અલગ-અલગ રસ્તાઓ પર પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર પાટણ જિલ્લાના શેરગઢ ગામના વાત વિસ્તારમાં એક યુવતી તેના પરિવારના સભ્યો સાથે રહેતી હતી. યુવતી જ્યારે ઘરે એકલી હતી ત્યારે એક વિધર્મી યુવક યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરકામ કરતી યુવતી સાથે આ વિધર્મી બળજબરી કરવા લાગ્યો હતો. યુવતી તાબે ન થતાં આ વિધર્મી યુવકે ધારદાર હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેથી તે બચવા માટે બૂમાબૂમ કરવા લાગી હતી. ઘરમાંથી યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને વિધર્મીને પકડી પાડયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતીને મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે યુવતી પર ધારદાર હથિયાર વડે હુમલો કરનાર અને તેની સાથે બળજબરી કરનાર વિધર્મી યુવકનું નામ યાસીન બલોચ છે. આ ઘટના બાબતે ગામના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોના ટોળા ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. તો બીજી તરફ કોઇ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પાટણના SP અક્ષયરાજ મકવાણાએ જિલ્લા પોલીસની ટીમ શેરગઢ ગામમાં ઉતારીને ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો બીજી તરફ આ ઘટનાને લઇને હિન્દુ સંગઠનો દ્વારા રાધનપુરને સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.

આ ઘટના બાબતે રાધનપુરના મામલતદાર અને ઉચ્ચ અધિકારી તાત્કાલિક શેરગઢ ગામમાં પહોંચ્યા હતા અને બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક કરી ગામમાં શાંતિ જળવાય તે પ્રકારે પ્રયાસો શરૂ કર્યા છે. અક્ષયરાજ મકવાણા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આરોપીને પકડવામાં આવ્યો છે અને જે યુવતી સારવાર લઈ રહી છે. તેની તબિયત સ્થિર છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights