બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ હવે યલો ફંગસનો કેસ સામે આવ્યો

0 minutes, 0 seconds Read

ગઝિયાબાદમાં એક દર્દીમાં યલો ફંગસ મળી આવ્યા છે. યલો ફંગસનો આ પહેલો કેસ માનવામાં આવે છે.

ગાઝિયાબાદમાં પ્રથમ કેસ

ગાઝિયાબાદના આ દર્દીને બે દિવસ પહેલા જ આરડીસીના હર્ષ ઇએનટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંજયનગરના રહેવાસી કુંવરસિંહ નામના આ દર્દીમાં યલો ફંગસ મળી આવ્યા છે. જેને પગલે હવે તેના નમૂનાની વધુ તપાસ ચાલી રહી છે. આ દર્દીને પહેલા કોરોના થયો હતો જે બાદ તેની સારવાર ચાલી રહી હતી ત્યારે જ તેને આ યલો ફંગસની બિમારી લાગી ગઇ હતી.

સામાન્ય રીતે આ ફંગસ ગરોળીમાં જોવા મળે છે

હોસ્પિટલના ડોક્ટર બીપી ત્યાગીએ કહ્યું હતું કે યલો ફંગસ સામાન્ય રીતે ગરોળીમાં જોવા મળતા હોય છે. જ્યારે માનવીમાં આ ફંગસ મળ્યાનો આ પહેલો કેસ છે. આ પહેલા આવો કોઇ જ કેસ રેકોર્ડમાં નથી. જોકે યલો ફંગસ બ્લેક અને વ્હાઇટ ફંગસની જેમ શરીરના હિસ્સાને ગાળતો નથી પણ જઘમ કરે છે જેને ભરાતા બહુ સમય લાગે છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights