Thu. Apr 25th, 2024

મળી ગયા દયાભાભી, આ એક્ટ્રેસ જોવા મળશે

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યું હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં દયાભાભી જોવા મળશે. દયાભાભીના રોલ માટે ઓડિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે ચર્ચા છે કે નવાં દયાભાભી ફાઇનલ કરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી 2017થી સિરિયલમાં જોવા મળતી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 90ના દાયકાની લોકપ્રિય સિરિયલ ‘હમ પાંચ’માં સ્વીટી માથુરનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રાખી વિજનને દયાભાભી તરીકે ફાઇનલ કરી હોવાનું માનવામાં આવે છે. રાખી વિજને 1993માં ટીવી સિરિયલ ‘દેખ ભાઈ દેખ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે વિવિધ સિરિયલમાં જોવા મળી હતી. જોકે, તેને ખરી ઓળખ ‘હમ પાંચ’થી મળી હતી. રાખી છેલ્લે 2019માં આવેલી સિરિયલ ‘તેરા ક્યા હોગા આલિયા’માં જોવા મળી હતી. રાખી રિયાલિટી શો ‘બિગ બોસ’ની બીજી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

 

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights