Thu. Apr 25th, 2024

રાજકોટમાં લોકો માટે વધી મુશ્કેલી, એક વર્ષ માટે બંધ થવા જઈ રહ્યો છે આ રોડ

By Shubham Agrawal Oct10,2021

સૌરાષ્ટ્રના લોકો માટે એક ઘણા માઠા સમાચાર આવ્યા છે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને તેમજ હજુ આગામી એક મહિના સુધી આવા ઘણા તહેવારો હજુ લાઈનમાં છે. રાજકોટમાં કામકાજે જતા લોકો માટે ઘણી મોટી મુશ્કેલીના સમાચાર આવ્યા છે, આ રોડને સમારકામ માટે અને ઓવરબ્રિજ બનાવવા માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. લોકોને હાલ તો અવરજવરમાં ઘણી મુશ્કેલી પડે છે,

 

રાજકોટમાં અવરજવર કરતા લોકો માટે એક ખરાબ માહિતી સામે આવી છે, શહેરમાં જે રોડ વાહનોથી ધમધમતો હતો તે રોડને કોર્પોરેશન દ્વારા એક વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મૂકાવવું પડી શકે છે. રોડ પર સતત વાહનો અને ટ્રોફિકથી ધમધમતો માર્ગે બંધ થતા શહેરીજનોની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગોંડલ રોડ ચોકડી પાસે હાલ આ રોડ બંધ કરી દેવામાં આવશે જે એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવશે.

ગોંડલ રોડ ચોકડી પર 1 વર્ષ વાહનોની અવરજવર બંધ કરી દેવાશે

રાજકોટના જે માર્ગને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે તે માર્ગે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે પરતું હવે માર્ગ બંધ કરાતા હવે તમામ વાહનો બીજે ડાયર્વટ કરવામાં આવશે, અને તેનાથી ઘણી નવા પ્રકારની મુસીબત સર્જાઈ શકે છે. રોજબરોજની અવરજવર ધરાવતા શહેરીજનોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી શકે છે. તો બીજી તરફ જે રોડ પરથી વાહનો પસાર થશે ત્યા રહેતા સ્થાનિકોને પણ વાહનોના ઘોંઘાટ અને ધ્વનિ પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમ હાલ જે બાજુ આ ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવશે ત્યાં પણ ઘણી સમસ્યાઓ ઉભી થવામાં છે. લોકોને જ્યાં સુધી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક સુવિધા ન આપવામાં ન આવે અથવા તેનો કોઈ ઉપાય કરવામાં ન આવે ત્યાં સુધી આ મુસીબતથી છૂટકારો મળવાનો નથી.

ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી રસ્તો 1 વર્ષ માટે બંધ કરાયો

આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ઓવરબ્રીજ બનતો હોવાથી રોડને 1 વર્ષ સુધી અવરજવાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારને ટ્રાફિકની બાબતમાં સતત વસ્ત રહેતો વિસ્તાર માનવામાં આવે છે, દિવસ દરમિયાન ત્યાંથી હજારો વાહનો પસાર થતા હોય છે, જ્યારે અન્ય શહેરોમાં જતા વાહનો પણ ત્યાંથી જ પસાર થતા હોય છે, એવામાં સોમનાથ, પોરબંદર જતા વાહનોને માટે પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં આ રોડ પરથી પસાર થનાર વાહનોને કોરાટ ચોકથી થઈ જઈ શકશે.

 

તહેવારો અને વેકેશનમાં હાલ પ્રાઈવેટ ટૂર ઓપરેટરો માટે કમાણીના દિવસો હોય છે, અને આ રસ્તો ઘણો ટ્રાફિક વાળો છે, પરંતુ તે બંધ થઈ જતાં ઘણા ટૂર ઓપરેટરોએ પણ તેમના રુટને બદલવાનો વારો આવી શકે છે, જેની ભાડા પર પણ અસર અમુક અંશે વર્તાઈ શકે છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights