લલિત મોદી અને સુષ્મિતા સેને કરી પોતાના રિલેશનશિપની જાહેરાત

0 minutes, 0 seconds Read

આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી બોલિવૂડની મશહૂર અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાની એક તસવીર શેર કરતા સુષ્મિતાને પોતાની બેટરહાફ ગણાવી છે. આ શેર કરાયેલી તસવીરમાં સુષ્મિતા સેન સગાઇની રિંગ પહેરેલી નજરે આવે છે.

મહત્વનું છે કે, વેડિંગની પુષ્ટિ કરતા લલિત મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયાની ગ્લોબલ ટૂર કરી લંડન પરત ફર્યો છું. મારી બેટરહાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યા વિના કેવી રીતે રહી શકાય- એક નવી શરૂઆત. જો કે હવે સુષ્મિતા સેન દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી, જેમાં તેણે લગ્નના સમાચારને ફગાવીને કહ્યું કે તેઓ માત્ર હમણાં એકબીજાને ડેટ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, લલિત મોદીના આ બીજા લગ્ન હશે. આ પહેલા તેમણે પોતાની માતાની દોસ્ત મીનલ સાથે લગ્ન કર્યા હતા. જે ઉંમરમાં તેનાથી 9 વર્ષ મોટી હતી.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights