વડોદરાના કિશોરે ‘જીને કે લિયે સોચા હી નહીં…’ગીત પર વીડિયો બનાવી કર્યો આપઘાત, માતા ઘરે આવી તો દીકરાનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો

0 minutes, 0 seconds Read

વડોદરાના સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કિશોરે મૃત્યુ પહેલાં અંતિમ વીડિયો બનાવ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો છે. સનફાર્મા રોડના આવાસોમાં રહેતો પરિવાર કડિયા કામ કરે છે. જ્યારે પુત્રી ઘરકામ અને 16 વર્ષનો પુત્ર જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. રવિવારે માતા-પિતા કડિયા કામ પર ગયાં હતાં, જ્યારે પુત્રી ઘરકામ કરવા બહાર ગઈ હતી. રવિવાર હોવાથી પુત્ર ઘરે હતો.

માતા ઘરે પહોંચી તો દીકરાની લાશ મળી
બીજી તરફ નજીકમાં રહેતાં બાળકો બપોરે કિશોરના ઘરે રમવા આવ્યા હતા. કિશોરે તેમને ભગાડી મૂક્યા બાદ દરવાજાને અંદરથી રૂમાલ વડે બાંધી પંખા પર દરવાજાના પડદા અને કાપડની મદદથી ફાંસો ખાધો હતો. સાંજે માતા ઘરે પહોંચેલી માતાએ દરવાજો ખોલતાં પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પહોંચેલી જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવક મોબાઇલમાં રચ્યો-પચ્યો રહેતો હતો
પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો છે. વીડિયોમાં પંખા પર કપડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. પોલીસની પૂછતાછમાં પરિવારે જણાવ્યું કે, કિશોર ધો. 8 સુધી ભણેલો હતો અને મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights