સુરત શહેરમાં નિયમોના ધજાગરા:રાત્રી કર્ફ્યું દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાઈ, બાર ડાન્સરોએ લગાવ્યા ઠુંમકા

0 minutes, 1 second Read

સુરતની એક કુખ્યાત ગેંગ દ્વારા જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવી બાર ડાન્સરોને બોલાવી અશ્લીલ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. જેના પરથી સાબિત થાય છે કે સુરતમાં કાયદા વ્યવ્યસ્થાની હાલત કફોડી બની છે. મહત્વની વાત એ છે કે, નવા નિયુક્ત થયેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના વતની છે અને તેમના જ શહેરમાં આ ગેંગનો વીડિયો વાયરલ થાય તો ચોક્કસ સવાલો ઉભા થાય છે.વાયરલ થયેલા વીડિયોમાં એક બાર ડાન્સર સાથે મીંડી ગેંગના લોકો ડાન્સ કરતા અને ડાન્સર પર પૈસાનો વરસાદ કરતા જોવા મળે છે. આ સિવાય સુરતનો કુખ્યાત જફર ગોલડન પણ આ સેલિબ્રેશનમાં હતો અને વીડિયોમાં તે સોનાની ચેઇનો સાથે દેખાઈ રહ્યો છે. હાલ પોલીસ આ વીડિયો અંગે તપાસ કરી રહી છે અને આ પાર્ટી કોણે રાખી હતી અને કોની બર્થડે હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

આ વીડિયો કથિત રીતે સુરતના ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights