હવે બિહારમાં ઓન-ડ્યુટી પોલીસકર્મી મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે

0 minutes, 0 seconds Read

બિહાર રાજ્યમાં હવે ફરજ બજાવતી વખતે પોલીસ અધિકારીઓ અને જવાનો મોબાઈલ કે ટેબલેટનો બીનજરૂરી ઉપયોગ નહીં કરી શકે. જે પકડાશે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટર તરફથી આજે આ આદેશ આપવામા આવ્યો હતો અને બીનજરૂરી મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આદેશના ઉલ્લંઘનને શિસ્તભંગ ગણીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટરે આ આદેશનો સખ્તાઈપૂર્વક અમલ કરવા માટે તાકિદ કરી છે.

એવુ મનાય છે કે, બિહાર પોલીસના અધિકારીઓ અને જવાનો ફરજ દરમિયાન મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જેના પગલે પોલીસ હેડક્વાર્ટરે આ પગલુ ભર્યુ છે. પોલીસનુ કહેવુ છે કે, આવા સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ પર હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે અને મનોરંજન માટે કરે છે. આમ પોલીસ કર્મીઓનુ ધ્યાન બીજે દોરાય છે અને પોલીસની ઈમેજને પણ ધક્કો પહોંચે છે. જ્યારે પોલીસ કર્મીઓ ફરજ પર હોય ત્યારે તેમણે સજાગ રહેવુ જરૂરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights