વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધારાસભ્યોને ટી-શર્ટના પહેરવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી- શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવાની સૂચના આપી હતી. પરિણામે સાર્જન્ટે ચુડાસમાને ગૃહની બહાર કાઢ્યા હતા.

 

વિમલ ચુડાસમાને ત્રણ દિવસ સુધી ગૃહની કામગીરી માંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ થતા કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ઉઠ્યા હતા અને ધારાસભ્યોનું અપમાન હોવાનો આક્ષેપ કરી કેટલાક ધારાસભ્યો કાળા કપડાં પણ પહેરીને આવે છે તેમની સામે પણ પગલાં લેવાની માંગણી કરી હતી. દરમિયાનમાં વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, હું તો મત વિસ્તારમાં પણ ટી-શર્ટ પહેરું છું, ફિટનેસ છે એટલે ટી-શર્ટ પહેરું છું, આ વીસમી સદી છે, યુવાનોની સદી છે.

 

ગુજરાત વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષ સર્વોપરી હોય છે. ધારાસભ્યોના ડ્રેસ કોડથી માંડીને વર્તણૂંક અંગેના નિયમો અધ્યક્ષ નક્કી કરતા હોય છે. ખાસ કરીને અમૂક પ્રકારના કપડાં અને વર્તણૂક અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કેટલાક નિયમો બહાર પાડ્યા હતા. જેમાં કાળા કપડાં અને ટી-શર્ટ સહિત કોઈપણ જાતના લખાણવાળા ખેસ કે શર્ટ ન પહેરવા માટેના આદેશો કરેલા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.