અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી રમાઇ રહી છે. મંગળવારે 16 માર્ચે ત્રીજી ટી-20માં રમાવાની છે. આ મેચ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે બાકી બચેલી ત્રણ ટી-20 મેચમાં દર્શકો વગર રમાડવામાં આવશે. એટલે કે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાશે. કોઈ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આવવામાં આવશે નહીં. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા જીસીએ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે જીસીએદ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે જીસીએ દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચા વિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ 16, 18 અને 20 માર્ચ, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે. ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.