ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ ફરી કોરોના વાયરસના કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 200થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ 890 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 4717 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4661 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 2,69,955 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 4425 દર્દીનાં મૃત્યુ થયા છે. આજે સુરતમાં એક દર્દીનું મોત થયું છે.

કેસ વધવા છતાં આજે રાજ્યના બનાસકાંઠા, છોટાઉદેપુ, ડાંગ અને વલસાડમાં એક પણ કેસ નોંધાયો નથી જ્યારે રાજ્યનો રિકવરી રેટ ઘટની 96.72 ટકાએ આવી ગયો છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 20,69,918 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 5,15, 842 વ્યક્તિનેને બીજા ડોઝનો ખોરાક આપી દેવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી ઉપરના તેમજ 45-60 વર્ષની ઉંમરના 89,138 વ્યક્તિને રસી આપવામાં આવી હતી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
