ચુંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કારણોસર અમદાવાદના આઠ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યાથી પાનના ગલ્લા, ચાની કિટલીઓ, આઇસક્રીમ પાર્લર, પાણીપુરીવાળા, બરફ ગોળા સહિતના તમામ ધંધાકીય એકમોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હવે સિવિલ હોસ્પિટલ પણ હરકતમાં આવી ગયું છે.

 

અમદાવાદ કોરોનાનો કહેર વધતા સિવિલ હોસ્પિટલમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 350 બેડ વધારવામાં આવશે. વેન્ટિલેટર સાથે હોસ્પિટલ સજ્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓક્સિજન બેડ પણ વધારવા આદેશ અપાયા છે. એક્સરે મશીન અને સોનોગ્રાફી મશીન પણ મુકવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલ પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.

 

અમદાવાદમાં કોરોનાના કેસો 200 ને પાર પહોંચી ગયા છે. જ્યારે પ્રથમ વખત શહેરમાં 530 કેસો એક્ટિવ થયા છે. ૨૪ ડીસેમ્બર બાદ એક જ દિવસમાં પ્રથમ વખત 205 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. શહેરના સાઉથ બોપલ નવરંગપુરા, ચાંદખેડા અને ગોતામાં કોરોનાનો કહેર વધ્યો છે. પોશ વિસ્તારના પાર્ક વ્યુમાં 12 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ચાંદખેડામાં દેવ પ્રાઈમના 32 ઘરો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

 

અમદાવાદના કોરોનાના કેસ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને ૬૦૭૫૧ કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલે ૧૪૮ દર્દીઓ કોરોનાને માત આપ્યો છે. શહેરમાં કુલ ૫૭૮૯૭ લોકો કોરોનાને માત આપ્યો છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૨૨૬૭ લોકોના મોત નીપજ્યા છે અને હાલ અમદાવાદમાં ૫૩૦ એક્ટીવ કેસ રહેલા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.