વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વધતા કોવિડ-19 સંક્રમણના ખતરા અને કોરોના વેક્સીન પર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કોરોના સંકટ ઉપરાંત વડાપ્રધાન દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી રાજ્યોની રસીકરણની પ્રગતિ અને તેમાં આવનારી તકલીફોની પણ સમીક્ષા કરશે.

 

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં મંગળવાર સાંજે સાત વાગ્યા સુધી 19,11,913 લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી અને તેની સાથે જ રસીના ડોઝની કુલ સંખ્યા 3.48 કરોડને પાર પહોંચી ગઈ. કુલ રસીકરણ લાભાર્થીઓમાં 75,01,590 સ્વાસ્થ્યકર્મીઓને પહેલો ડોઝ અને 45,40,776 સ્વાસ્ય્નકર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,492 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 131 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,09,831 થઈ ગઈ છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.