વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા સંસ્થા નામ આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સરકારે બજેટમાં જ આ પ્રકારની બેંક બનાવવાની જાહેરાત કરી હોવાની માહિતી આપી હતી જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે.

સીતારામણના કહેવા પ્રમાણે નાણા વિકાસ સંસ્થા દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. આ નવી સંસ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે. હાલ એક બોર્ડની રચના કરવામાં આવશે જે ભવિષ્યના નિર્ણયો લેશે. જો કે સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક ફંડ આપવામાં આવશે.
આ બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે અને તે રીતે તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી થોડા વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળશે. તેમાં મોટા સોવેરિઅન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે. હકીકતે કોઈ જૂની બેંક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહોતી. આશરે 6,000 જેટલા ગ્રીન બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે જેને ફન્ડિંગની જરૂર છે. આ કારણે જ આવી સંસ્થા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
