બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આજે એક જાહેર સભાને સંબોધી હતી. યોગીએ કહ્યુ હતુ કે, 2014 પહેલા લોકો મંદિર જતા ડરતા હતા પણ હવે મમતા બેનરજી મંદિરમાં જઈને ચંડીપાઠ કરે છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંદિરમાં જઈને પગે લાગે છે. જોકે એ અલગ વાત છે કે મંદિરમાં કેવી રીતે બેસવુ તે રાહુલને આવડતુ નથી.

યોગીએ કહ્યુ હતુ કે, ટીએમસીના ગૂંડાઓ કાયદાનુ પાલન નથી કરી રહ્યા પણ બે મેના રોજ મમતા બેનરજીની સરકારની વિદાય નક્કી છે.ટીએમસીના ગુંડાઓને બે મે બાદ વીણી વીણીને સજા આપવામાં આવશે. હું રામ કૃષ્ણની ધરતી પરથી આવુ છું અને બંગાળ હંમેશા પરિવર્તનની ધરતી રહી છે. બંગાળે દેશને રાષ્ટ્રગીત અને વંદે માતરમ આપ્યુ છે. રેલીમાં યોગીએ કહ્યુ હતુ કે, બંગાળમાંથી અરાજકતાનો દોર ખતમ થવા જઈ રહ્યો છે. ભાજપની સરકાર બન્યા બાદ અંધાધૂધીને બંગાળમાંથી વિદાય મળી જશે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
