ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ ફરી કોરોના વાયરસના કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 200થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા આજે રાજ્યમાં કુલ 954 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે.

 

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 4966 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 58 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 4908 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 2,70,658 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 4427 દર્દીનાં મૃત્યુ થયા છે. આજે અમદાવાદમાં 2 દર્દીનાં મોત થયું છે. કેસ વધવા છતાં આજે રાજ્યના બોટાદ અને ડાંગ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી જ્યારે રાજ્યનો રિકવરી રેટ ઘટની 96.65 ટકાએ આવી ગયો છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 2,70,658 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

 

અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 22,15,092 વ્યક્તિઓનું વેક્સીનેશન પ્રથમ ડોઝ માટે થયું છે જ્યારે 5,42,981 વ્યક્તિઓને બીજા ડોઝઢનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષની વલયના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,41, 270 વ્યક્તિઓનું વેક્સીનેશ થયું છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.