અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સીરીઝની આજે ત્રીજી મેચ રમાઇ હતી. ત્યારે આજની આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવી 5 ટી20 ની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી (77*)ની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી ટી20 મેચ આજ મેદાનમાં 18 માર્ચે રમાશે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલર અને જેસન રોયે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમનો સ્કોર 23 રન હતો ત્યારે જેસન રોય (9)ને યુજવેન્દ્ર ચહલે રોહિત શર્માના હાથે કેચઆઉટ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. તો પાવરપ્લેમાં જોસ બટલરે આક્રમક બેટિંગ કરી હતી. 6 ઓવરમાં ઈંગ્લેન્ડે 1 વિકેટે 57 રન બનાવી લીધા હતા. બટલરે 26 બોલનો સામનો કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના કરિયરની 11મી અડધી સદી છે.

 

ભારતીય ટીમને બીજી સફળતા વોશિંગટન સુંદરે ડેવિડ મલાનના રૂપમાં અપાવી હતી. મલાન (18) રન બનાવી સ્ટમ્પ આઉટ થયો હતો. ત્યારબાદ જોની બેયરસ્ટો મેદાનમાં આવ્યો હતો. આ બન્ને વિકેટકીપર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડની જીત નક્કી કરી હતી. જોસ બટલર 52 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 83 રન બનાવી અણનમ રહ્યો હતો. જોની બેયરસ્ટો 28 બોલમાં 5 ચોગ્ગા સાથે 40 રન બનાવી અણનમ રહ્યો હતો.

 

ભારતીય ટીમ આજે ફરી ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. ખાસ કરીને માર્ક વુડે એક બાદ એક ભારતીય ટીમને ત્રણ ઝટકા આપ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈનિંગની ત્રીજી ઓવરમાં કેએલ રાહુલ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ આ સિરીઝમાં ત્રણ ઈનિંગમાં માત્ર 1 રન બનાવી શક્યો છે. તે સતત બીજી મેચમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં માર્ક વુડે રોહિત શર્મા (15)ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઇશાન કિશન (4) રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ જોર્ડને 4 ઓવરમાં એક મેડન સાથે 35 રન આપી બે સફળતા મેળવી હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.