વેકસીન દિવસ નિમિતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીએ લોકોને કોરોના રસી મુકાવવા માટે કરેલ જાહેર અપીલ.

 

વેકસીન દિવસ નિમિતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્રારા ૬૦ વર્ષની ઉપરના સિનિયર સિટિજનોને જેમને ડાયાબિટીસ કે બલ્ડપ્રેશર હોય જે લોકો ડોક્ટર પાસે થી સર્ટિફિકેટ લઈને જે વેકસીન મૂકવામાં આવે છે. એ બાબતની ઇંડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ દ્રારા એક જાહેર અપીલ કરવામાં આવી હતી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબના જન્મદિન નીમીતે આપવામાં આવેલ વાનમાં સિનિયર સિટિજનોને વેકસીનેશન સેન્ટર સુધી લાવવામાં વોર્ડ નંબર ૧૪ ના પ્રમુખ અનિલભાઈ સોજીત્રા સાથે તે વોર્ડના કાર્યકર્તાઓ એ મદદ કરી હતી.તેમજ ઇન્ડીયન રેડક્રોસ બ્રાન્ચના પ્રમુખ ડો.પ્રફુલભાઈ શિરોયા એ સિનિયર સિટિજનોને કહ્યું કે વેકસીન લેતા કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી.

કલાકુંજ સ્વામીનારાયણ મિશન ગુરુકુળના મહંત પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીએ રસી મુકાવીને લોકોને અપીલ કરી કે ગુરુજીઓ અને સંતો પણ રસી મુકાવીને આરોગ્યની કાળજી લે છે.તો આપ સૌએ હરિભક્તોએ પણ આ રસી મુકાવવી જોઈએ.

સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા પણ રસી મુકાવી હતી અને લોકોને અપીલ કરી હતી કે આપના સુરતના લોકોનું જીવન તંદુરસ્ત રહે તે માટે આપણે સૌએ રસી લેવી જોઈએ.તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચના કાર્યકર્તાઓએ અને ભાજપના કાર્યકર્તા સાથે મળીને રંગઅવધૂત સોસાયટી, અંકુર સોસાયટી, સતાધાર સોસાયટી, વર્ષા સોસાયટી,ગાંધી વિહાર, અવનતિ સોસાયટી વગેરે આસપાસના વિસ્તારમાં જઈને રસી મુકાવવા લોકોને જાગૃત કર્યા હતા.

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.