દાહોદ ના મુવાલીયા ગામે હાઈવે પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઈજાગ્રસ્ત રાહદારીનું ઘટનાસ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજયું હતું. આ મૃતક પરેલમા રહેતા 70 વર્ષિય વૃધ્ધ હોવાનુ જાણવા મલ્યુ  છે. પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધ ખોળ શરૂ કરી

દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં ખંડા કોલોની વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વિકા મેળા આજરોજ દાહોદ તાલુકાના મોવિયા ગામેથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિકાભાઈ મેળાને અડફેટમાં લીધા હતા.

અકસ્માતને પગલે તેમના શરીરે તેમ જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પહોંચતાં ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. બીજી તરફ વાહન ચાલક નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સહિત 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો લઇ નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.