
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોએ ભરડો લીધો છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હોળીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના (Holi Ban) કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની ઊજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સાથેની કોરગ્રુપની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અત્યારે કેટલાક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવુ માલુમ પડ્યું નથી. ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું ઉચિત નથી. કારણ કે એવું હોત તો મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, મેચ પણ નથી છતાં દેશના 50 ટકા કરતાં વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવે છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
