ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે શનિવારે બીજેપી સરકાર પર જોરદાર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે ગૃહમાં આદિવાસીઓ મુદ્દે વાતચીત કરતાં ‘વનવાસી’ અને વનબંધુ શબ્દોના પ્રયોગ ન કરવાની અપીલ કરી છે.

કોંગ્રેસે આ મુદ્દાને ગૃહમાં ઉઠાવીને દાવો કર્યો છે કે આ બન્ને શબ્દ અસંવૈધાનિક અને અપમાનજનક છે. કોંગ્રેસે રાજ્ય સરકારને આદિવાસી સમાજને માત્ર ‘આદિવાસી’ કહેવાની તથા આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કરવાની માંગણી કરી છે.

રાજ્યના આદિવાસી કલ્યાણ મંત્રી ગણપત વસાવા એ જણાવ્યું હતું કે આ બન્ને શબ્દો વર્ષોથી રાજ્યમાં ચાલતા આવ્યા છે અને એટલું જ નહીં, ગુજરાતમાં અને કેન્દ્રમાં અગાઉની કોંગ્રેસ સરકારોએ પણ આદિવાસી કલ્યાણ યોજનાઓમાં પણ ‘વનબંધુ અને વનવાસી’ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

સરકારે આપ્યો જવાબ

ગણપત વસાવાએ વિધાનસભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, આ શબ્દ માત્ર અમુક આદિવાસી કલ્યાણ યોજનાઓ જેવી કે વનબંધુ કલ્યાણ યોજના (Vanbandhu Kalyan Yojna) માં ઉપયોગમાં લેવાય છે. અમારી સરકારે આદિવાસી શબ્દના સ્થાને ‘વનવાસી’ અને ‘વનબંધુ’ શબ્દનો ઉપયોગ કરવા માટે કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી.

તેમણે જણાવ્યું કે, બીજેપીએ આ શબ્દોને બનાવ્યા નથી, પરંતુ આ 1976થી ઉપયોગમાં છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં હતી.

ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ દાવો કર્યો છે કે આ શબ્દોનો ઉપયોગથી આદિવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે, જ્યારે એક અન્ય આદિવાસી ધારાસભ્ય અનિલ જોશીરાએ સરકારને આ શબ્દો પર પ્રતિબંધ લગાવીને માત્ર આદિવાસી શબ્દનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

જોશીરાએ વધુમાં જણાવ્યું કે, ‘વનવાસી’ શબ્દ અસંવૈધાનિક છે. તેનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે વનમાં રહેતા ‘જંગલી’ લોકો.

આદિવાસીઓ માટે આદિવાસી જ યોગ્ય શબ્દ છે. આદિવાસીનો મતલબ છે વર્ષોથી આજ જમીન પર રહેતા લોકો… એટલા માટે આ બન્ને શબ્દો પર પ્રતિબંધ લગાવવા માટે કૃપા કરીને એક સર્કુલર જાહેર કરો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.