વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના માલવણના દરિયા કિનારે આજે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના હસ્તે દરિયાકિનારે આવેલા વિશ્વના સૌથી મોટા વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો

             

સમગ્ર વિશ્વમાં આજના દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી થઈ રહી છે.  ત્યારે ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે આજે રાજ્યના વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસની અનોખી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના માલવણના દરિયા કિનારે આજે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના હસ્તે  દરિયાકિનારે આવેલા વિશ્વના સૌથી મોટા વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ફોરેસ્ટ ક્રીએટર્સ નામની એક સામાજિક સંસ્થા ગોદરેજ પ્રોપર્ટીસના સહયોગથી રાજ્યના વનવિભાગ દ્વારા નારગોલના  દરિયા કિનારા પર આવેલું વિશ્વનું સૌથી મોટું જંગલ ઊભું કરવા માટેના પ્રોજેક્ટનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.

મિયાવાકી પદ્ધતિ દ્વારા ઉભુ કરવામાં  આવી રહેલા જંગલ ના પ્રોજેક્ટમાં એક મહિનામાં એક લાખ વીસ હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવશે. મિયાવાકી નામની  દેશી પદ્ધતિથી વૃક્ષારોપણ કરતા એક જ વર્ષમાં ઝાડની ઉંચાઈ 18 ફૂટ   સુધી વધી જાય છે અને દરિયાકિનારે જંગલ ઊભું થનાર હોવાથી આગામી સમયમાં નારગોલ અને આસપાસના વિસ્તારમાં જે દરિયાઇ ધોવાણની સમસ્યા ઉભી થઈ રહી છે તેનો પણ અંત આવશે.

સાથે જ વરસાદી પાણીના સંગ્રહ  માટે જંગલની સાથે તળાવ પણ બનાવવામાં આવી રહયુ છે. જેને કારણે વરસાદી પાણીનો દરિયા કિનારે જ સંગ્રહ થશે.

દરિયા કિનારે 1 લાખ 20 હજાર વૃક્ષોનુ ગાઢ જંગલ ઊભું થવાનું હોવાથી આ જગ્યા પર આગામી સમયમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ અને પ્રાણીઓનો પણ વસવાટ થશે. આમ પર્યાવરણની જાળવણીની સાથે અનેક રીતે આસપાસના લોકો માટે દરિયા કિનારે ઊભું થનારા વિશ્વનું સૌથી મોટું વન ઉપયોગી થશે તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે વિશ્વમાં દરિયાકિનારા પર ઊભા થનાર સૌથી મોટા વનીકરણ પ્રોજેક્ટના આરંભ  વખતે આસપાસના લોકોને જંગલની જાળવણી કરવાની સાથે દરિયા કિનારે ઉભા થનારા  ગાઢ જંગલથી લોકોને થનારા ફાયદા વિષે પણ માહિતી આપી હતી સાથે જે એનજીઓ (NGO) વૃક્ષારોપણના નિષ્ણાતને સાથે રાખી અને દરિયાકિનારે વિશ્વના સૌથી મોટા જંગલ પ્રોજેક્ટ બનાવી રહી છે. તે સામાજિક સંસ્થા દ્વારા પણ આ દરિયા કિનારે ઊભા થનારા વિશ્વના સૌથી મોટા ગાઢ જંગલના પ્રોજેક્ટથી શું અને કેવા ફાયદાઓ થશે તે વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.