તમિલનાડુની આ વખતની વિધાનસભા ચુંટણીમાં બિરયાની માંગ ઘટી છે. જેમાં ગરમ બિરિયાની ની એક બાબત ખાસ છે કે અલગ અલગ વિચારધારા સાથે લડતા લોકોને એકત્ર કરે છે.

હાલ ગરમીમાં ઉમેદવારોના પ્રચાર માટે કાર્યકરો માટે ગરમ બિરિયાની અને લીકરની બોટલ સામાન્ય બાબત બની છે. જો કે આ દરમ્યાન કેટલાંક બિરિયાની બનાવનારાઓને રાજકીય પક્ષો તરફથી ચુંટણી સમયે બિરિયાનીના ઓર્ડર ઓછા મળ્યા છે.  જેના લીધે બિરયાનીની  માંગ ઘટી હોવાનું જણાવ્યું છે. તેમજ આ વખતે ચુંટણી પંચ દ્વારા ઉમેદવારના તમામ ખર્ચા પર નજર રાખવામાં આવે છે તેના જમવાનો ખર્ચ પણ સામેલ છે. જેના લીધે આ વખતની ચુંટણીમાં બિરિયાની તેનું મહત્વ ગુમાવી રહી છે. તેમજ બિરિયાની ઉત્પાદકો માટે આ વર્ષની ચુંટણી આર્થિક રીતે  સ્વાદ વગરની બની રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

બિરિયાની ના પેકેટ  આપવાની શરૂઆત 20 વર્ષ અગાઉ થઈ હતી

રાજકીય પક્ષોના કાર્યકરોને બિરિયાનીના પેકેટ  આપવાની શરૂઆત 20 વર્ષ અગાઉ થઈ હતી. જે સામાન્ય રીતે મિટિંગમાં દરેક કેડરના લોકોને ચુંટણી પ્રચાર દરમ્યાન આપવામાં આવતી હતી. આ પૂર્વે માત્ર શાકાહારી ભોજન આપવામાં આવતું હતું. જ્યારે ઓછા નાણાં ધરાવતા ઉમેદવારો માત્ર વેરાઇટી ઓફ રાઈસ આપતા હતા.

વેલ્લોર સિટીના પૂર્વ કાઉન્સિલર કે. શ્રીનિવાસા ગાંધીએ આ માહિતી આપી હતી. જે છેલ્લા ત્રણ દાયકાથી રાજકારણમાં છે.

આ વખતે બિઝનેસ ઓછો છે

બિરયાની બિઝનેસ કરતાં હોટેલ્સ અને ખાનગી કેટરર્સ કહે છે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે વેચાણનું પ્રમાણ ઓછું છે. અમે લગભગ 10 ચૂંટણી જોઈ છે અને દર વર્ષે, અમે ચૂંટણી પ્રચારના દિવસથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરરોજ 300 થી 500 પેકેટો બિરયાની વેચતા હતા. જો કે, આ વર્ષે અમને રાજકીય પક્ષો તરફથી એક પણ મોટો ઓર્ડર પણ મળ્યો નથી. સ્ટાર બિરયાની અંબુરના મેનેજિંગ ડિરેક્ટર એમ એમ.મ્યુનર અહેમદે એ જણાવ્યું હતું કે આ વખતે બિઝનેસ ઓછો છે.

ઉમેદવાર બિરિયાની પેકેટો મંગાવવાનું ટાળી રહ્યા છે

વેલોરની બીજા બિરિયાની ઉત્પાદકે કહ્યું કે ચૂંટણી અધિકારીઓએ વેપારીઓને કહ્યું છે કે જો કોઈએ 100 થી વધુ બિરિયાની પેકેટનો ઓર્ડર આપ્યો હોય તો તેમની માહિતી તેમને આપવી પડશે. ઉમેદવારનાચૂંટણીના ખર્ચમાં આનો ઉમેરો થશે તેના ડરથી ઘણા બિરિયાની પેકેટો મંગાવવાનું ટાળી રહ્યા છે. અમે સાંભળ્યું છે કે કેટર્સને હવે તેમની પસંદગીના ખાદ્યપદાર્થો બનાવવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. તેમ એક ખાનગી કેટરે કહ્યું હતું.

એન.એસ.આર. તિરુવલ્લુર જિલ્લાના અરમબક્કમના ખાનગી કેટરર નિઝામુદ્દીને જણાવ્યું હતું કે પાછલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને દરરોજ 800 થી 1,000 ચિકન બિરિયાની પેકેટો માટે ઓર્ડર મળ્યા હતા. જ્યારે મોટા પક્ષો – ડીએમકે અને એઆઈએડીએમકે સહિતના વિવિધ પક્ષો તરફથી ઓર્ડર મળતા હતા.પરંતુ આ વખતે મને એક પણ ઓર્ડર મળ્યો નથી.

ડીન્ડીગુલના ચેન્નીનાઇકનપટ્ટી જંકશનમાં ગોલ્ડ સ્ટાર બિરયાની ધરાવતા વી.એસ.વેણુગોપાલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં 27 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યા છે. “અમે ક્યારેય બિરિયાની પેકેટો સપ્લાય કરતા નહોતા. પરંતુ પ્રચાર બાદ લોકો અહીં લંચ અથવા ડિનર માટે આવતા હતા. અમને દરરોજ ઓછામાં ઓછા 100 ગ્રાહકો મળતા. પરંતુ આ વખતે અમારી પાસે એક પણ રાજકીય વ્યક્તિ આવી નથી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.