કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં સતત કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. દિલ્લી AIIMS તરફથી જાણકારી મળી રહી છે કે ઓમ બિરલા 19 માર્ચે કોરોના પોઝિટીવ થયા હતા. ત્યારબાદ 20 માર્ચે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે AIIMSના કોવિડ સેન્ટરમાં ભર્તી કરાવવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે અત્યારે ઓમ બિરલાની હાલત સ્થિર છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 43,846 કેસ સામે આવ્યા છે. ગયા વર્ષે આજના દિવસે સામે આવનારા મામલાઓની સંખ્યા સૌથી વધારે હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી રવિવારે રજૂ કરાયેલા આંકડા અનુસાર નવા દર્દીઓ સાથે દેશમાં સંક્રમણના મામલા વધીને 1,15,99,130 થઈ ગયા છે.

કોવિડ-19ના કારણે 197 દર્દીઓના મોત થયા છે, તેમાં મહારાષ્ટ્રમાં 92 પંજાબમાં 38 કેરળમાં 15 છત્તીસગઢમાં 11 લોકો છે. દેશમાં અત્યાર સુધી મહામારીના કારણે 1,59,755  દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 53,300, તમિલનાડુમાં 12,590, કર્ણાટકમાં 12,432, દિલ્લીમાં 10,955, પશ્ચિમ બંગાળમાં 10,303, ઉત્તર પ્રદેશમાં 8,758 અને આંધ્ર પ્રદેશમાં 8,189 લોકો હતા. જે લોકોના મોત થયા છે તેમાંથી 70ટકાથી વધારે લોકોને અન્ય બિમારીઓ પણ હતી.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.