ભારતીય રેલવે તેના લાંબા નેટવર્ક અને સસ્તી સેવાઓ માટે જાણીતી છે. રેલવેમાં દેશના લાખો કરોડો મુસાફરો વર્ષોથી હજારો લાખો કિલોમીટરની સફર કરતા આવ્યા છે. જોકે, આ રેલવે સલામતીની દૃષ્ટીએ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ભારતીય રેલવેને શર્મશાર કરતી એક એવી ઘટના આવી છે જે જાણીને તમારા હોશ ઉડી જશે.

અમદાવાદ: રેલવેના ટોઇલેટ યૂઝ કરતાં પહેલાં હવે ચકાસણી કરી લેવી ખૂબ જ આવશ્યક છે કારણ કે એક માનસિક વિકૃતે વિકૃતીની તમામ મર્યાદાઓ લાંધી નાખી છે. અમદાવાદ રેલવે એલસીબી અને એસઓજીએ એક લંપટની ધરપકડ કરી છે. આ લંપટ પર ટ્રેનના ટોઇલેટમાં સ્પાય કેમેરો (Spy camera in Toilet of Train) મૂકવાનો આરોપ છે. કમ્પ્યુટરના જાણકાર આ લંપટ ટ્રેનનો હાઉસ કિપીંગ સુરપરવાઇઝર છે.
બનાવની વિગત એવી છે ગત તારીખ 16મી માર્ચના રોજ મુંબઈથી ભગતનકી કોઠી જતી ટ્રેનમાં એક ટોઇલેટમાંથી સ્પાય કેમેરા પકડાયો હતો. આ કેમેરાની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેની તપાસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
