ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધીનો કાયદો છે પરંતુ બુટલેગરોને તેની પરવાહ નથી. રાજ્યના ખૂણે ખૂણે દારૂ ઝડપાતા આ વાતનો પુરાવો મળે છે. દારૂબંધી હોવા છતાં રાજ્યની સરહદો વટાવીને છેક કચ્છ સુધી લાખો રૂપિયાનો દારૂ પહોંચી જાય છે. જોકે, પોલીસને બાતમી મળતા આવો જથ્થો ઝડપાઈ પણ જાય છે.

કચ્છની અંજાર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ કટિંગ થઈ રહેલો 40 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.

અંજાર પોલીસ મથકના પીઆઈ રાણાને બાતમી મળી હતી કે મનુભા વાઘેલા અને સુજિત તિવારીએ પુના ભરવાડ અને રામા ભરવાડ પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો છે. આ વિદેશી દારૂ રાજુ આહિરની અંજારથી ભુજ જતા રોડ પર આવેલી વાડીમાં કટિંગ થઈ રહ્યો છે. દરમિયાન પોલીસે સ્ટાફ સાથે જરોડા પાડતા દારૂનું કટિંગ શરૂ હતું. પોલીસે આ દરોડામાં 945 પેટી ઇંગ્લિશન દારૂ કુલ બોટલ 9180 અને બીયરના 4320 ટીન મળીને એક ટ્રેલર લોડ, એક કન્ટેનર, એક આઇવા ડમ્પર, ટાટા જેનીયો તથા મારૂતિ અલ્ટો કાર સાથે મળીને ચાર આરોપીને ઝડપી પાડ્યા છે.

પોલીસે આ દરોડામાં જુદી જુદી કંપનીનો સીલ પેક 750 એમએલનો 9180 નંગ દારૂ જેની કિંમત 3514500 રૂપિયા થાય છે તે સાથે ટુબર્ગ બીયરના 500 એમએલના 4320 ટીન કિંમત 4,23,000 આમ કુલ 40 લાખ જેટલો દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વાહનો ઝડપી પાડ્યા છે.

આ ઉપરાંત આ કટિંગ સંદર્ભે દારૂ સપ્લાયન કરનાર રામા વજા ભરવાડ, પુના ભાણા ભરવાડ, ઉપરાંત મનુભા વાઘેલા, અરવિંદ દેસાઈ, યુનુસ મીરની તપાસ શરૂ કરી છે. જ્યારે દરોડામાં કટિંગ સુજિંત તિવારી, જીતેન્દ્ર દાસ,. લવકુશ દાસ, રાજુ આહિરની ધરપકડ કરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.