કોરોના વાયરસની (Coronavirus) મહામારી એક વર્ષ બાદ પણ વેક્સીન (Corona Vaccine) શોધાઈ જવા છતાં જેસે થી એવી સ્થિતિમાં આવી ગઈ છે. ભારતમાં વધતા જતા કેસોની વચ્ચેની આ બીજી લહેર (Second Wave of Coronavirus) જીવલેણ સાબિત થઈ રહી છે. કોરોનાને કાબૂમાં લેવા માટે દેશના મધ્યપ્રદેશ (Madhya Pradesh) રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા કોરોનાના કેસ વધી જતા રાજ્યના ત્રણ મોટા શહેરોમાં લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશના ભોપાલ-ઇંદોર, જબલપુર શહેરમાં શનિવારે રાત્રિના 10.00 વાગ્યાથી લૉકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લૉકડાઉન હાલમાં સોમવારે સવારે 6.00 વાગ્યા સુધી અમલમાં રહેશે તેવો પ્રસાશનિક આદેશ છે. આ સમય દરમિયાન ફક્ત ઇર્જન્સી સેવાઓ જ કાર્યરત રહેશે.

મધ્યપ્રદેશ પ્રસાશન દ્વારા આ ત્રણ મોટા શહેરોમાં કલમ 188 લાગુ કરી દેવામાં આી છે. તમે કોઈ પણ કારણ વગર ઘરની બહાર નીકળી નહીં શકો અને આ કારણ પણ ઇર્મજન્સી હશે તો જ માન્ય ગણાશે. પોલીસને અકારણે ફરતા લોકોની ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા છે. અહીંયા છેલ્લા 24 કલાકમાં 1307 નવા કેસ નોંધાયા છે. આ કેસમાં 59 ટકા એટલે કે 778 કેસ ઇંદોર, ભોપાલ અને જબલપુરના છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં એક્ટિવ કેસમાં 64 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે. જોકે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ છે કે કોઈ પણ સ્થિતિમાં ગુજરાતમાં લૉકડાઉન લાગુ કરવામાં નહીં આવે. આજે રવિવારે પણ રાજ્યમાં મોટાપાયે વક્સીનેશન કરવામાં આવશે. રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1565 કેસ નોંધાયા છે. જેની સામે 969 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. અત્યાર સુધીમાં 28,36,204 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 5,92,712 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.