કોરોના કેસોનો આંક 1500થી વધારે પહોંચી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતાં લોકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં 6 દર્દીના મોત થયા છે. જેમાંથી આફ્રિકાથી અભ્યાસ માટે મારવાડી યુનિવર્સિટી (Marwadi University) આવેલા વિદ્યાર્થીનું કોરોનાથી મોત થયું છે.

તેની સારવાર સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી હતી. અને આ વિદ્યાર્થીના મોત અંગે ડેથ ઓડિટ કમિટી નિર્ણય લેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8થી વધુ કેસો નોંધાયા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 100ને પાર પહોંચ્યા હતા. નવા 109 કેસ અને જિલ્લામા એકનું મોત નિપજયુ હતું. તો બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજમાં સેકન્ડ MBBSના ચાર વિદ્યાર્થીને કોરોના થતા ફફડાટ ફેલાયો હતો. રાજકોટમા કોરોનાની ગંભીર બનતી સ્થિતિને લઈને સમરસ હોસ્ટેલમા સીસીસી સેન્ટર શરૂ કરવામા આવશે.સૌરાષ્ટ્રમા ગઈકાલે 266 કેસ સામે આજે ઘટાડા સાથે 226 કેસ નોંધાયા છે.

જો કે ચિંતાજનક બાબત એ છે કે સૌરાષ્ટ્રમા કોરોનાના કેસ સતત ત્રીજા દિવસે 200થી વધુ નોંધાયા છે.

કોરોનાને કાબૂમાં રાખવા માટે મનપાએ ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે તેમજ ફરીથી જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરાશે અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ ચુસ્ત રીતે થશે. જિલ્લા કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના અપાઈ છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.