• દવો કરવામાં આવી રહ્યો છે કે મનસુખ હિરેન(જમણે)ની હત્યા કરવામાં આવી.
  • તપાસમાં એવાત પણ પ્રકાશમાં આવી કે હત્યાના સમયે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સોક્ટર સચિનવઝે(ડાબે) ઘટનાસ્થળે નહોતા.
  • ATSને એવા પણપુરાવા મળ્યા છે કે આ હત્યામાં કેટલાક બીજા લોકો પણ સામેલ હતા, જેપૈકીના કેટલાકપોલીસકમચારીઓ હોઈ શકે છે.
             

5 માર્ચે મુંબ્રાની રેતી બંદર સ્થિત ખાડી(સમુદ્ર)માં મનસુખની લાશ મળી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ(ATS)એ મુકેશ અંબાણીના ઘરની પાસેથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલામાં 2 લોકોની ધરપકડ કરી છે, તેમાંથી એક મુંબઈ પોલીસનો સસ્પેન્ડ કર્મચારી અને બીજો ક્રિકેટ-બુકી છે. કોર્ટે બંનેને 30 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે. શરૂઆતની તપાસમાં ATS સચિન વઝેને આ મર્ડરના સૂત્રધાર માની રહી છે.

ATSના રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે મનસુખ હિરેનની હત્યાના મામલામાં સસ્પેન્ડે થયેલા કોન્સ્ટેબલ વિનાયક બાળાસાહેબ શિંદે(51) અને ક્રિકેટ-બુકી નરેશ રમણિકલાલ ગોરે(31)ની ધરપકડ કરાઈ છે. બંને આરોપી સસ્પેન્ડ કરાયેલા સહાયક પોલીસ નિરીક્ષક સચિન વઝેની સાથે મનસુખની હત્યામાં સામેલ હતા.

કેટલાક લોકોની ધરપકડ શક્ય?
ATSએ મનસુખની પત્ની વિમલા હિરેનની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે તપાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે મનસુખની હત્યાના સમયે સઝિન વઝે ઘટનાસ્થળે હાજર ન હતા. ATSને એવા પુરાવા પણ મળ્યા છે કે આ હત્યામાં કેટલાક બીજા લોકો પણ સામેલ હતા, જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ હોઈ શકે છે. આ કારણે આ મામલામાં બીજા કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે છે.

પુરાવા મળી જવાના ડરે મનસુખની હત્યા કરાવવામાં આવી
ATSનાં સૂત્રોના જણાવ્યા મુજબ, અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર સચિન વઝેએ રચ્યું હતું. તેના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્ર રચવામાં મદદ કરી હતી. આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ તથ્યો બહાર આવી જવાના ડરથી બીજું એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યાની યોજના બનાવી. 4 માર્ચની રાતે 8.30 વાગ્યે સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે દ્વારા મનસુખને બોલાવવામાં આવ્યો

હાથ અને મોઢું બાંધીને જીવતો જ બારીમાંથી ફેંકી દેવામાં આવ્યો
5 માર્ચે મુંબ્રાની રેતી બંદર સ્થિત ખાડી(સમુદ્ર)માં મનસુખની લાશ મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મનસુખનું મોઢું અને હાથ બાંધીને તેને જીવતો જ બારીમાંથી ફેંકી દેવામાં આવ્યો. ATS પહેલાં NIAને મનસુખની હત્યાના મહત્ત્વના પુરાવા મળી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનસુખના મામલાની તપાસ NIAને સોંપ્યાના થોડા કલાકોમાં જ ATSએ બે લોકોની ધરપકડ કરાઈ હોવાનો દાવો કર્યો છે.

જવાબદારી લેવાની ના પાડતાં હત્યા, કરાઈ હોવાની શંકા..!!
ATS સૂત્રોના મત પ્રમાણે, વઝેએ મનસુખને અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાની જવાબદારી લેવા કહ્યું હતું. તેણે મનસુખને કહ્યું હતું કે તે જ આ કેસની તપાસ કરી રહ્યા છે. તેથી તેને સરળતાથી છોડાવી દેશે, પરંતુ મનસુખે જવાબદારી લેવાનો ઈનકાર કરી દીધો હતો.

માનવામાં આવે છે આ જ કારણથી વઝેને લાગ્યું હશે કે મનસુખ તેનું મોઢું ગમે ત્યારે ખોલી શકે છે અને તેથી તેણે મનસુખની હત્યાનું કાવતરું ઘડ્યું.

બુકીએ અપાવ્યા 5 સિમ કાર્ડ
ક્રિકેટ-બુકી નરેશે વઝેને 5 સિમકાર્ડ અપાવ્યા હતા, જેનો ઉપયોગ મનસુખની હત્યાના કાવતરામાં કરવામાં આવ્યો હતો. નરેશ મુંબઈ પોલીસમાં વઝે પરત આવ્યો એ પહેલાંથી જોડાયેલો હતો અને વઝે સાથે સટ્ટાબાજીના ધંધા સાથે જોડાયેલો હતો.

ATS અધિકારીઓને નરેશ સિવાય પણ અમુક લોકો તેમાં સામેલ હોવાની શંકા છે.

NIAએ વઝેની પૂછપરછના આધાર પર સ્કોર્પિયો સિવાય જે ચાર લકઝુરિયસ કાર મળી આવી છે, એમાંથી એકનો ઉપયોગ મનસુખની હત્યા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. થોડા દિવસ પહેલાં પુણેની ફોરેન્સિક ટીમ મુંબઈ આવી હતી અને તેમણે કારનાં સેમ્પલ લીધાં છે.

NIA આ કારનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોવાની વાતને ઘ્યાનમાં લઈને તપાસ કરી રહી છે.

ATSએ આ કલમો અંતર્ગત ગુનો નોંધ્યો
ATSએ મનસુખ હિરેનના મોત મામલે અજાણ્યા લોકો સામે કલમ 302 (હત્યા), 201 (પુરાવા નાબૂદ કરવા), 120 બી (ગુનાહિત ષડયંત્ર) અને કલમ 34 અંતર્ગત કેસ દાખલ કર્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.