ખેત મજૂરોનાં વેતન મામલે ઓડિશા કરતાં પણ પાછળ, લોકડાઉનમાં શ્રમિકોને પરત મોકલવા રેલ્વેને આપ્યા રૂપિયા
             

કૃષિ ક્ષેત્રે કામ કરતા મજૂરોનું લઘુત્તમ વેતન રૂ.168થી વધારી હવે રૂ.268 કરી દેવામાં આવ્યું છે.

1 જાન્યુઆરી 2021થી વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનના જવાબમાં વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમા સરકારે જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે કામ કરતા મજુરોના વેતનદરમા વધારો કરાયો છે. પહેલાં લઘુત્તમ વેતન અત્યાર સુધી 168 રુપિયા મળતા હતા. જે વધારીને 1-1-2021ના રોજ ભાવ વધારીને સરકારે 268 રુપિયા કર્યા છે.

આમ 20 વર્ષથી નંબર 1 ગુજરાતમાં મનરેગાનું વેતન દર ઓછું છે જે અન્ય રાજ્યો કરતાં પણ ઓછું છે. 268 લઘુત્તમ વેતન દર ઓડિશા કરતા પણ આપડે પાછળ છીએ.
ખેત મજૂરો માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પ્રશ્નનો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જવાબ આપ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે 268 રૂપિયા લઘુત્તમ વેતન છે પરંતુ અન્ય ભથ્થા સાથે કુલ 324.54 રૂપિયા થાય છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ગૃ઼હમાં કહ્યું કે, લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે પશ્ચિમ રેલવેને રૂ.6.86 કરોડ ચૂકવ્યા છે. અમદાવાદથી 185 ટ્રેન મારફતે 2.69 લાખ લોકોને મોકલ્યા છે. અને જામનગરથી 16 ટ્રેનમાં 22,501 શ્રમિકોને મોકલ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલે સરકારે ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.