નવસારીના આ કેસમાં પત્નીએ (wife) પ્રેમીના (Wife lover) મિત્રો સાથે મળીને તેના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પત્ની સાથે હત્યામાં સામેલા પ્રેમીના મિત્રોની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય આરોપી એવા પ્રેમીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મુંબઈ રહેતી મહિલાએ પ્રેમી અને બે સાગરીત સાથે ઉભરાટ આવી પતિનું કાસળ કાઢયું. પોલીસ તપાસમાં બેવફા પત્નીનો ભાંડો ફૂટ્યો છે. મુંબઈના બોઈસર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય પ્રમોદ સિંહ ટેક્સટાઈલના ક્ષેત્રમાં નોકરી કરતા હતા. ત્યારે લગ્નજીવનના 14 વર્ષના ગાળા દરમિયાન પત્ની પ્રીતિસિંહને ભોજપુર, બિહારના પ્રેમી વિનોદસિંહ સાથે છેલ્લા 5 વર્ષથી આડા સંબંધો હતા. જેને લઈ પ્રેમમાં બાધારૂપ પતિ પ્રમોદનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. પ્રમોદ બિરજા સિંહ મહારાષ્ટ્રના પાલઘર ખાતે તેમની પત્ની પ્રીતિ સિંહ અને ત્રણ બાળકો સાથે રહેતા હતા.

પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીએ પતિ પાસે છૂટાછેડા પણ માંગ્યા હતા પરંતુ પતિ આપતો ન હતો. જેથી પત્નીએ આખો પ્લાન બનાવ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.