ખાંભા તાલુકા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

 

ગુજરાત સરકાર દ્વારા ASI/PSI ની ભરતી માં એસ.સી. ની જગ્યાઓ મા અનામત ની ટકાવારી પ્રમાણે ભરતી જાહેર કરેલ નથી તેથી આપણા એસ.સી. ઉમેદવારોમાં અન્યાય થયેલ હોય, તેથી મામલતદાર સાહેબ ખાંભા ને તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન પત્ર આપવા માં આવ્યું

 

આ સાથે ખાંભા અનુસૂચિત જાતિ નાં યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહી ને ઉપરોક્ત પોલીસ દળ ની ભરતી બાબતે આવેદન પત્ર દ્વારા સરકાર માં ઘટતું થાય તે માટે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી, અને અનુસૂચિત જાતિની જે ૭% અનામત છે એનું સરકાર દ્વારા હનન કરવામાં આવેલ હોય જે SC. ST. OBC. કેટેગરી નાં લોકો સાથે હરાહર અન્યાય કરેલ હોય જે બાબતે આ પોલીસ દળ ની ભરતી તાત્કાલિક બંધ રહી ને બંધારણ ની જોગવાઇ મુજબ જ ભરતી થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવેલ.

આ તકે ખાંભા તાલુકાના અનુસૂચિત જાતિના યુવાનો હાજર રહ્યા જેમાં પ્રવિણભાઇ સરવૈયા, જીવણભાઈ રાઠોડ, દિલીપભાઈ રાઠોડ, રાજવીર સરવૈયા, નરેશભાઇ રાઠોડ, જગદીશભાઈ પરમાર, ભાવેશભાઈ રાઠોડ, ભરતભાઇ અજયભાઈ, ગીરીશભાઈ, વિગેરે યુવાનો મોટી સંખ્યા માં હાજર રહીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.