મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) પર લાગેલા આરોપોની સ્પષ્ટતા કરવા દરમ્યાન NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ જે તર્ક આપ્યા તેના પર આંગળીઓ ઉઠવા લાગી છે.

સોમવારના રોજ પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું કે, 5 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે દેશમુખ કોરોનાના લીધે હોસ્પિટલમાં દાખલ થયા હતા, આથી સચિન વઝે (Sachin Waze)ને મળવાનો કોઇ પ્રશ્ન જ નથી. પરંતુ મીડિયાએ શરદ પવારને ખુદ અનિલ દેશમુખની ટ્વીટ દેખાડી જેમાં તેઓ 15 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેના પર શરદ પવાર કંઇ નક્કર જવાબ આપી શકયા નહીં.

પ્રેસ કોન્ફરન્સમાં પવારે દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયાની ચિઠ્ઠી પણ દેખાડી. તેમણે કહ્યું કે કોરોનાના લીધે 5 થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઇસોલેટ હતા. તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે, એવામાં અનિલ દેશમુખના રાજીનામાનો પ્રશ્ન ઉભો થતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ અઘાડી સરકાર પર કંઇ અસર પડશે નહીં.

ખુદ દેશમુખના ટ્વીટે ઉભા કર્યા પ્રશ્ન:
પરંતુ આ બધાની વચ્ચે ભાજપના આઇટી સેલના પ્રમુખ અતિમ માલવીયાએ અનિલ દેશમુખની 15 ફેબ્રુઆરીના રોજની એ ટ્વીટ કરી દીધી જેમાં દેશમુખ મીડિયા સાથે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરનાર સેલિબ્રિટીઝનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

તેના પર પવારની પ્રેસ બ્રીફમાં હાજર પત્રકારોએ પૂછયું કે જો દેશમુખ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તો હોસ્પિટલમાં કેવી રીતે હોઇ શકે છે.

પવાર બોલ્યા- અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવાની કોશિશ

પહેલાં તો પવારના સ્ટાફે આ કહેવાની કોશિશ કરી કે અનિલ દેશમુખ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રેસ સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ આ તર્ક ચાલી ના શકયું તો પવારે એ કહીને વાત ફેરવવાની કોશિશ કરી કે દેશમુખના મુદ્દાને હવા આપી અસલી વાત પર પડદો પાડી રહ્યા છે. તેમનું કહેવું હતું કે સૌથી અગત્યનું છે કે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક કયાંથી આવ્યા, મનસુખ હિરેનનું મર્ડર કોણે અને કેમ કર્યું એ જાણવું વધુ જરૂરી છે. દેશમુખ પર લાગેલી વસૂલીના આરોપ એટલા અગત્યના નહીં.

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.