સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં કેમ્પસમાં જપ્ત કરાયેલા વાહનોના સ્થળ પાસેથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચ્યો. રવિવારે બપોરે ખટોદરા પોલીસ સ્ટેશન કેમ્પસમાં મજૂરો જપ્ત કરાયેલા વાહનોને હટાવી સાફ સફાઈની કામગીરી કરતા હતા. આ દરમિયાન રિક્ષાઓની વચ્ચે જમીન પરથી માનવ કંકાલ મળી આવ્યુ….!!!!

માનવ કંકાલના માથા અને કમરથી નીચેનો ભાગ છે જ્યારે છાતીનો ભાગ મળ્યો નથી ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે અને માનવ કંકાલની ફોરેન્સીક તપાસ માટે કાર્યવાહી શરુ કરી છે.

આ અંગે પોલીસે કહ્યું કે, હાડપિંજરમાં ખોપરી અને કમરથી નીચેનો ભાગ મળી આવ્યો હતો બાકી છાતીનો ભાગ મળ્યો નથી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે હાડપિંજર બાબતે એફએસએલની મદદ લીધી હતી. વધુમાં પોલીસે કહ્યું કે 3 થી 4 વર્ષ જુનું હાડપિંજર ભિક્ષુકનું હોય એવું લાગે છે. જેનું પીએમ કરવું પણ અશક્ય છે. જેથી કંકાલનું ફોરેન્સીક પીએમ કાલે કરાશે.

કોઈ શખ્સ ચોરી કે પીવા ખાવા કે સુવા માટે આવ્યો હોય તે સમયે ઝાડી-ઝાખરામાં સાપ કરડ્યો હોય શકે એવી આશંકા લાગે છે. પરંતુ આ કંકાલ ક્યાંથી આવ્યું, કોઈએ હત્યા કરી અહીં નિકાલ કર્યો છે કે કેમ,કે પછી કોઈ અજાણ્યો વ્યક્તિ અહીં સુવા આવતો હોય મોત ને ભેટ્યો હોય એ તમામ સવાલો ની દિશામાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.