અમદાવાદ શહેરમાં કૉર્પોરેશની ચૂંટણી પૂર્ણ થતા જ કોરોનાના કેસમાં વધારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં વધારે નવા 18 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરાતા સંખ્યા 163 પર પહોંચી છે. તો શહેરના સાઉથ બોપલ સ્થિત ગાલા એરિયાના 700 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો સંક્રમણથી સૌથી વધારે અમદાવાદ પશ્ચિમના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે અમદાવાદ ગોતા, જોધપુર અને વાસણા વિસ્તારમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે. ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
