રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2021-22 નું 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં 16.24 કરોડના વધારા સાથે આજે 2291.24 કરોડનું બજેટ મંજુર કરવમાં આવ્યું છે. આ વર્ષે જનતાએ મનપાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી આપી ફરી સતા પર બેસાડ્યા છે ત્યારે ચૂંટણીના પરિણામને ધ્યાને રાખી રાજકોટની જનતા પર એક પણ પ્રકારનો કરબોજ મુકવામાં આવ્યો નથી.

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2020-21નું રીવાઈઝ અને 2021-22નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ 2291.24 કરોડનું બજેટ મંજુર કર્યું છે. ચાલુ વર્ષે મનપાની ચૂંટણીના પરિણામ ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગમાં રજુ થયેલ બજેટમાં રાજકોટની જનતા પર કોઈ પણ પ્રકારનો કરબોજ મુકવામાં આવ્યો નથી.

રાજકોટ મનપાના બજેટમાં ટ્રાફિક સમસ્યા, ડ્રેનેજ સમસ્યા, પાણી સમસ્યા અને છેવાડા વિસ્તારની સુવિધા ધ્યાને રાખી બજેટમાં યોજના જાહેર કરવામાં આવી છે. આ વર્ષે બજેટમાં ખાસ મહિલાઓ માટે ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ 3 ઝોનમાં 100 લાખના ખર્ચે બગીચા બનાવવા જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર પ્રદિપ ડવના વોર્ડ નંબર-12માં નવુ ઈન્ડોર સ્ટેડિયમ બનાવવા જાહેરાત કરવામાં આવી છે. પાછલા વર્ષે બજેટમાં કોર્પોરેટરને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરી 10 લાખ ગ્રાન્ટ મળતી હતી જે વધારીને 15 લાખ કરવામાં આવી છે.

2021-22માં કરવામાં આવેલ વાયદાઓ

 • 1800 લાખના ખર્ચે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા જાહેરાત કરવામાં આવી
 • 200 લાખના ખર્ચે કોઠારીયા વિસ્તારમાં સી.સી.રોડ બનાવવામાં આવશે
 • આજી અને ન્યારી ડેમ સાઇટ પર 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 200 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
 • ત્રણે ઝોનમાં મહિલાઓ માટે 100 લાખના ખર્ચે બગીચા નિર્માણ કરવામાં આવશે
 • વોર્ડ નંબર 12 માં નવું ઓડિટોરિયમ 600 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે
 • શહેરમાં કુલ 47 વોકળા આવેલ છે જેને પાકા બનાવવા માટે 300 લાખની જોગવાઇ કરવામાં આવી
 • ઇ-લાઈબ્રેરી માટે 50 લાખની જોગવાઇ બજેટમાં કરવામાં આવી
 • 6 ઇલેક્ટ્રિક કાર ખરીદવા 100 લાખની જોગવાઈ કરવામાં આવી
 • આરોગ્ય કેન્દ્ર નું ડિજિટાઇઝેશન તથા અપગ્રેડેશન માટે 150 લાખની જોગવાઇ કરવામાં આવી
 • મૃત પશુઓ માટે ઇન્સીનરેટર સુવિધા પૂરી પાડવા 80 લાખની જોગવાઈ કરવામાં આવી

રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2020-21 નું 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 2021-22 માં મનપાની ચુંટણીના પરિણામ ધ્યાને રાખી કરમુક્ત બજેટ રજુ કરવામાં આવ્યું છે.

 • વર્ષ 2018-19 નું બજેટ 1769.33 કરોડ
 • વર્ષ 2019-20 નું બજેટ 2126.10 કરોડ
 • વર્ષ 2020-21 નું બજેટ 2132.15 કરોડ

ઉલ્લેખનિય છે કે મહિલાઓ માટે બગીચા, પાર્ટી પ્લોટ, મહિલા હાર્ટ સુવિધા, ફન સ્ટ્રીટ સહિતની જોગવાઇ ગત વર્ષે બજેટમાં પણ મુકવામાં આવી હતી. જો કે આ યોજનાને ખરા અર્થમાં મનપા સાકાર કરી શકી નથી. અને આ યોજનાઓ ચાલુ વર્ષે 100% પૂર્ણ થાય તે માટે કામ કરવાનો વાયદો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.