આજકાલ RTOના નિયમોના ભંગ લોકો કરી રહ્યા છે, તો કેટલાંક તત્વો ઓવર સ્પીડથી બાઈક સ્ટંટ અને ભયજનક રીતે હંકારતા હોય છે, અથવા તો ડબલ સાઈલેન્સર દ્વારા મોટા અવાજ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે તેમને અંકુશમાં લેવા RTO દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર મોરબી જિલ્લામાં ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે, તેમાં તોમાં કેટલાંક નિયમોના ભંગ કરતાં વાહનો પર પોલીસની તવાઈ લાગી છે.

ઓવર સ્પીડ અને ભયજનક રીતે વાહન ચલાવતા 22 વાહનચાલકોને દંડવામાં આવ્યા છે, જ્યારે ડબલ સાઈલેન્સર દ્વારા મોટા અવાજ કરતાં તેમજ સુશોભિત કરેલા 49 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. આ સિવાય રોંગ સાઈડ, ફોન પર વાત કરતાં સહિત 111 કેસોમાં 52 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય છે. મોરબીમાં સામાન્ય નાગરિકો માટે જોખમરૂપ બનેલા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો બાદ કાળ બનીને ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસવડાએ આદેશ આપતા આજે મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશરૂપે દિવસભર કામગીરી કરી કાળા કાચ, ડમ્પર અને બુલેટ સહિતના 182 વાહનો સામે પણ ફોજદારી કાર્યવાહી કરતા આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
મોરબી જીલ્લામાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર બુલેટ ચાલકો તથા બ્લેક ફિલ્મ વાળી કારમાં અનધિકૃત લખાણ વાળી નંબર પ્લેટ લગાવી વાહન ચાલકો મોરબી જીલ્લાના માર્ગો પર ફરી રહેલ હોય જેથી ગઈકાલે (રવિવારે) જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપતા તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી. તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિકારી મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ વાહનોને ઝડપી પાડી 22 કેસ કર્યા હતા તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ 207 મુજબ ડીટેઇન-49 કેસ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનુ લાયન્સ સાથે નહિ રાખે તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કુલ 111 કેસ કરી તેનો સ્થળ દંડ રૂ.52000/- વસુલ કરેલ હતો.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
