આપણી ભારતીયોની એક ખરાબ આદત છે કે જ્યારે આપણે બીમાર હોઈએ છે અને તેમાંથી સંપૂર્ણ રીતે સ્વાસ્થ થવાની રાહ જોતા નથી અને માત્ર જો થોડી પણ રાહત મળી જાય તો ફરીથી બેદરકારી દાખવવા માંડીએ છીએ. અને એટલા જ માટે ફરીથી કોરોના મહામારીએ ફરીથી માથું ઊંચક્યું છે.

છેલ્લા 24 કલાકમાં 43,846 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને આ આંકડા છેલ્લા 115 દિવસમાં સૌથી વધુ છે. આ અગાઉ ગયા વર્ષે 26 નવેમ્બરમાં 43,174 કોરોના કેસ સામે આવ્યા હતા. આ અમતે માત્રને માત્ર માણસોની બેદરકારી જ જવાબદાર હતી. આ માટે થઈને ઘણા રાજ્યોમાં જરૂરી દિશા-નિર્દેશો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં અમુક રાજ્યમાં પ્રવેશ કરવા માટે થઈને કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે તો ક્યાંક રાત્રે ફરવા ઉપર સંપૂર્ણ પણે માનાઈ ફરમાવી દેવામાં આવી છે.
જો આપ પણ હોળી-ધૂળેટીના તહેવારને લઇને ક્યાંય ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો અલગ અલગ રાજ્યોના લૉકડાઉન અને કર્ફ્યૂના નિયમોને જાણી લો…!
ગુજરાત : ગુજરાતની અંદર સુરત, અમદાવાદ, અને રાજકોટ જેવા મહાનગરોમાં રાત્રિ કારફયુનો સમય બે કલાક વધારી દેવાયો છે. અગાઉ રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ હતી જે હવે બે કલાક અગાઉ એટલે કે રાત્રે 10થી શરૂ થઈને સવારે 6 વાગ્યા સુધી રાખવામાં આવી છે. જેમાં લોકોને સંપૂર્ણ પણે આ સમય દરમ્યાન બહાર નીકળવાની મનાઈ ફરમાવા આવી છે.
મધ્ય પ્રદેશ : આ રાજ્યમાં તો મહારાષ્ટ્રથી આવતા લોકોને ફરજિયાત 7 દિવસ સુધી કવોરનટાઈન રહેવું પડે છે. ભોપાલ અને ઈન્દોરમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. અને કોઈ પણ પ્રકારના સમાજિક ઉત્સવ કે કાર્યક્રમની પરવાનગી આપવમાં આવતી નથી.
મહારાષ્ટ્ર : આ રાજ્યમાં ફરીથી સૌથી વધુ કોરોનાનો કેર જોવા માલ રહ્યો છે જેને લઈને તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, અને રાજકીય કાર્યક્રમોની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. લગ્ન પ્રસંગ માટે થઈને 50 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે ત્યારે શોક સભા જેવા કાર્યક્રમોમાં માત્ર 20 લોકોને મજૂરી આપવામાં આવે છે. પૂણેની અંદર રાત્રે 11 થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ છે.
તમિલનાડુ : તામિલનાડુમાં કોરોનાના કેસમાં સતત વધારાને જોતાં, 31 માર્ચ સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
પંજાબ : પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, મોહાલી, જાલંધર, હોશિયારપૂર અને કપૂરથલામાં રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધીમાં બહાર નીકળવાની મનાઈ ફાર્મવામાં આવી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
