માઇકલ વોને (ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન) વિરાટ કોહલી અને રોહિત શર્માની ઓપનીંગ જોડીને સચિન તેંડુલકર-વીરેન્દ્ર સહેવાગની જોડી સાથે સરખાવી છે. વિરાટના પાંચમા ટી 20 મેચમાં ઓપનિંગના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો હતો. આ નિર્ણય પર તેણે બંનેની પ્રશંસા કરી હતી. કેએલ રાહુલ સતત ચાર ઇનિંગ્સમાં ફ્લોપ થયા બાદ કેપ્ટન વિરાટે રોહિત સારમાં સાથે જોરદાર ઇનિંગની શરૂઆત કરી હતી અને પહેલી વિકેટ માટે સાથે મળીને માત્ર 9 ઓવરમાં 94 રન માર્યા હતા. જેથી ટીમને ધમાકેદાર શરૂઆત મળી હતી. રાહુલ સતત ચાર મેચમાં ફ્લોગ ગયો હતો ત્યાર બાદ વિરાટે ઓપનીંગ કરવાનું નક્કી કર્યું હતું.

ક્રિકબઝ સાથે વાતચીત કરતી વખતે માઇકલ વોને કહ્યું, ‘હા, તે બંને એટલા જ શાનદાર લાગે છે જેટલા સચિન અને વીરેન્દ્ર સેહવાગ લાગતા હતા. મારો મતલબ છે કે તે ગ્રાઉન્ડ પર જતાની સાથે પ્રથમ બોલ સાથે ખુલ્લેઆમ શોર્ટ્સ મારવાનું શરુ કરી દેતા હતા, કારણ કે તે જાણતા હતા કે સચિનની બીજા છેડે ઉપલબ્ધ છે. અને જ્યારે સચિને બેટિંગ કરતા ત્યારે તેનો બેટિંગ રેટ હંમેશા સારો હતો કારણ કે તેમની પાસે ઓફ-સાઈડ, ઓન-સાઇડ, ફ્રન્ટ ફૂટ, બેક ફૂટના રૂપમાં ઘણા વિકલ્પો હતા અને વિરાટ પણ ભારત માટે કંઈક આવું જ કરે છે. પાંચમી ટી -20 મેચમાં રોહિત શર્માએ 64 રન બનાવી સખત બેટિંગ કરી હતી જ્યારે વિરાટ કોહલી 80 રને અણનમ રહ્યો હતો.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટનએ કહ્યું કે – ત્રીજા નંબર પર સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરવાને કારણે વિરાટને ઓપનીંગની તક મળી.

તેમણે કહ્યું, ‘આ કોમ્બીનેશન બનાવવાનો પ્લાન કદાચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીનો રહ્યો હશે. પણ મને લાગે છે કે તેઓએ આ પાર કરી દીધું, લક્ષ મેળવી દીધું છે. અને કારણ કે સૂર્યકુમાર યાદવે ત્રીજા નંબરે ખૂબ જ સારી રમત બતાવી છે, મને લાગે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તેઓ સંપૂર્ણ રીતે બન્યા છે. વિરાટે ઓપનિંગ કરાવી જોઈએ, કારણ કે તમે તેને ચોથા નંબર પર ના રમાડી શકો નથી. હવે ટોચનાં ત્રણ ખેલાડી એકદમ ખતરનાક લાગે છે. ‘

ચોથા અને પાંચમા ટી -20 મેચમાં ત્રીજા સ્થાને સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી અને ઇંગ્લિશ બોલરોને જોરદાર પરાજય આપ્યો હતો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.