આજે લોકોના દિવસની શરૂઆત સોશિયલ મીડિયાથી થાય છે અને દિવસનો અંત પણ સોશિયલ મીડિયામાં થાય છે. આજે સોશિયલ મીડિયા આપણી જિંદગીનો હિસ્સો બની ગયો છે. એમાં પણ ખાસ કરીને Google તો આપણી જિંદગીનો હિસ્સો બની ગયો છે. આપણે કોઈ પણ પ્રકારની જાણકારી માટે ગૂગલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કંઈક જાણવું હોય તો સૌથી પહેલા મગજમાં Google આવી જાય છે. પરંતુ ઘણીવાર આપણને ગૂગલ Searchમાં એવી વસ્તુ સર્ચ કરતા હોય છે કે જેને લઈને આપણને નુકસાન થાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા બતાવીશું કે ગૂગલ Searchમાં ભૂલથી પણ આ સર્ચ ના કરો. નહીં તો તમે મુશ્કેલીમાં પડી શકો છો.

 

આવો જાણીએ 5 વસ્તુ વિશે જેને Search કરતા પહેલા સાવધાની રાખવી જરુરી છે 

 • ગુગલ પર મેડિકલ સલાહથી બચો
  કેટલાક લોકો તેમની માંદગી અને દવાઓની સારવાર માટે ગૂગલ પર પણ સર્ચ કરે છે. તે જરૂરી નથી કે ગૂગલ પર ઉલ્લેખિત સારવાર અને દવાઓ તમારા માટે યોગ્ય જ હોય. ગૂગલ સર્ચમાં ક્યારેય કોઈ રોગની સારવાર અને દવાઓ શોધી શકશો નહીં. આ કરવાથી તમે ખોટી દવા વિશે માહિતી મેળવી શકો છો અને તેનું સેવન કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
 • કસ્ટમર કેર નંબર
  Google Search પર જઈને કોઈપણ કસ્ટમર કેર નંબર ક્યારેય શોધશો નહીં. ગૂગલ પર કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબર શોધવાથી બચવું જોઈએ. મોટાભાગના લોકો ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધે છે. સાયબર ગુનેગારો લોકોની આ ટેવનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. ખોટી કંપની બનાવીને ખોટા કસ્ટમર કેર નંબરનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત માહિતી એકઠી કરે છે અને તમારા બેંક એકાઉન્ટ્સ વિશે માહિતી લઈ શકે છે.
 • એપ્સ, ફાઈલ અને સોફ્ટવેર
  જો તમને તમારા ફોનમાં કોઈ એપ્લિકેશન અથવા સોફ્ટવેરની જરૂર હોય તો તેને હંમેશાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. એવું જોવા મળ્યું છે કે ઘણા લોકો ગૂગલ પરથી એપ્સ ડાઉનલોડ કરે છે, જે પ્લે સ્ટોર પર મળતી નથી. અમે ઘણીવાર કોઈપણ ફાઈલ અને સોફ્ટવેર અથવા એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરીએ છીએ. આ કરવું ખૂબ જોખમી બની શકે છે. કોઈપણ ખોટી લિંક ખોલવાથી આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ખતરનાક વાયરસ અથવા મેલવેર થઈ શકે છે. આ વાયરસ અમારી વ્યક્તિગત માહિતી એકઠી કરવા સિવાય પીસી ફાઈલોને અસર કરી શકે છે.
 • રોકાણ અને પૈસા કમાવવાની રીત
  બધા માણસો આજે સારી લાઈફસ્ટાઈલ મેળવવા માટે પૈસાની કમાણી કરવા માંગે છે. ઘણા લોકો આ માટે ગૂગલ પર સર્ચ કરે છે. ગુગલ સર્ચ પર ક્યારેય રોકાણ અને પૈસા કમાવવાની રીત વિશે સર્ચ ના કરો. હેકર્સ પહેલા પૈસા કમાવવા માંગતા લોકોને નિશાન બનાવે છે. આ માટે તેઓ તમને બનાવટી કંપની અને વેબસાઈટ બનાવીને ફસાવી શકે છે.
 • બેન્ક વેબસાઈટ
  આજકાલ ઓનલાઈન બેંકિંગનો ટ્રેન્ડ છે અને આ માટે આપણે ગૂગલનો સહારો લઈએ છીએ. જો તમે ગૂગલ સર્ચ પર જાઓ છો અને બેંકની વેબસાઈટને શોધશો તો પછી કાળજી લો. આ કરવાનું તમારા માટે કોઈપણ ભયથી મુક્ત નથી. સાયબર ક્રિમિનલ બેંકની ડુપ્લિકેટ વેબસાઈટ બનાવે છે અને યુઆરએલની પણ બેંકની સત્તાવાર વેબસાઈટ જેવું જ રાખે છે. આ સ્થિતિમાં યુઝર્સ મૂંઝવણમાં આવે છે અને હેકર્સની જાળમાં ફસાઈ જાય છે અને તેમનું નુકસાન કરે છે. ઓનલાઈન બેંકિંગ સુવિધા મેળવવા માટે ફક્ત બેંકની વેબસાઈટનો URL લખો.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.