જિલ્લાની ધોરણ ૧૦ અને ૧૨ ની તેજસ્વી છાત્રાઓનું સન્માન કરતાં કલેક્ટર શ્રી વિજય ખરાડીબેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી છાત્રાઓને રોકડ ઇનામ અપાયા

 

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ આવેલી ૧૨ તેજસ્વી છાત્રાઓનું મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાખંડમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારની બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આ છાત્રાઓને રૂ. ૫૦૦૦ નો ચેક કલેક્ટરશ્રીએ આપ્યો હતો. આ તકે કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, સ્ત્રીઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટે શિક્ષણ અનિવાર્ય છે. આપણા જિલ્લાના વિકાસ માટે દિકરીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે ખૂબ જરૂરી છે. અત્યારે ઉપસ્થિત દિકરીઓ પણ ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી મારી શુભેચ્છાઓ. ખરૂ જોઇએ તો, સમસ્યા રોજગારીની નહીં, જાગૃકતાની છે. રોજગારીની ઘણી તકો રહેલી છે. પણ તે તકોને ઓળખવી ઘણી મહત્વની છે. યુવાઓએ નોકરી ઉપરાંત સ્વરોજગાર ક્ષેત્રે પણ ધ્યાન કેન્દ્રિંત કરવાની જરૂર છે.

દાહોદમાં ધોરણ ૧૦ માં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી ત્રણ અને ધોરણ ૧૨ માં ત્રણેય પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી નવ હોશિયાર વિદ્યાર્થીનીઓનું કલેક્ટરશ્રીએ સન્માન કર્યું હતું. જેમાં ધોરણ ૧૦ ની ધ્રુવીબેન ડામોર, ખુશી અગ્રવાલ, નેન્સી પટેલ તેમજ ધોરણ ૧૨ ની રોશની ગામીત, લક્ષ્મી હાડા, કંપા પટેલ, ઝૈનબ કાપડીયા, મહિમા શર્મા, સકિના મલવાસી, સકિના દુધિયાવાલા, સકિના બાજી, ઝૈનબ ગાંગરડીવાલાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જિલ્લાના મહિલા અને બાળઅધિકારી શ્રી આર. એ. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.